ગોંડલ યુદ્ધ એ જ કલ્યાણ ગૃપ દ્વારા સંજય ભાદાણી ચતુર્થી નિમિત્તે અનેકવિધ સેવાકીય કાર્યો કરાયા

0
514

ગોંડલ શહેરમાં ચાર વર્ષ પહેલા નિર્દોષ સંજય ભાદાણી નામના યુવાનની નિર્મમ હત્યા થવા પામી હતી તેની આજે ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે યુદ્ધ એ જ કલ્યાણ ગૃપ દ્વારા શહેર પંથકમાં નિશુલ્ક સિક્યોરિટીની સેવા આપતા શ્વાનોને 700 કિલોથી પણ વધુ લાડવા ખવડાવવામાં આવ્યા હતા તેમજ કોરોના મહામારી ને ધ્યાને લઇ 3000 થી વધુ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું મુંગા પશુઓને લીલો ઘાસચારો પક્ષીઓને ચણ સાથોસાથ એક હજારથી પણ વધુ પક્ષીના માળા નું વિતરણ કરાયું હતું માંડવી ચોક ખાતે ચાલતા અન્નક્ષેત્રમાં આવતા ભુખ્યાઓને ભાવતા ભોજન પીરસવામાં આવ્યા હતા યુવાનોને આ સેવાકીય કાર્ય નું માર્ગદર્શન યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર નિખિલભાઇ દોંગા દ્વારા પુરૂં પાડવામાં આવ્યું હતું આ તકે માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ગોંડલ વેપારી એસોસીએશન પ્રમુખ ગોપાલભાઈ ટોળીયા, માર્કેટિંગ યાર્ડ દલાલ મંડળ પ્રમુખ મુકેશભાઈ સતાસિયા, મનસુખભાઈ પોકિયા, હિતેશભાઈ સાવલિયા, સોની સમાજના આગેવાન લલીતભાઈ જડીયા બ્રહ્મસમાજ અગ્રણી હિતેશભાઈ રાવલ, જીતુભાઈ આચાર્ય તેમજ પીન્ટુભાઇ ચુડાસમા, પરેશભાઈ વાડોદરિયા, શ્યામલ ભાઈ દોંગા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા