મોવિયા ધામ સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર માં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ થતી હોય છે પ.પુ અલ્પેશ બાપુ એ શરૂઆત નુ સ્વાગત પ્રવચન કરી સૌ આમંત્રિત મહેમાનો ને આવકાર્યા હતા આ કાર્યક્રમના અધ્યક્ષ ગોંડલ રાજવી પરીવારના રાજકુમાર જયોર્તીમયસીંહજી ઓફ હવા મહેલ કહ્યુ કે કોરોના કાળની મહામારી પછી નુ આ મારુ પ્રથમ જાહેર ફંકશન છે એમની શુભ શરૂઆત સમાધિ ના સાનિધ્યમાં સમાધિના ધુપથી શરુ થય રહી છે અને મારી ગોડલની વિદ વિદ ક્ષેત્ર ની વિશીષ્ટ પ્રતીભાઓ ને સન્માનીત કરતા હુ ખુબ જ હર્ષ ની લાગણી અનુભવુ છુ.

આ વખતનો 2021નો એવોર્ડ ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ને અર્પણ થયો હતો તેમણે પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે ચૈતન્ય સમાધિ એ સાંજે ધુપ કરવો પડતો નથી પરંતુ એમની મેળે સમાધિના ધુપની ભભકથી મંદિર મહેકતુ હોય છે, એમની ચેતના નો રણકાર થતો હોય છે, એ સમાધિની સેવાપુજા કરનાર સાધુ પુરુષનુ જીવન કપાસના ફુલ જેવુ દુધથી પણ પવિત્ર અને ઉજળુ હોય છે તેમજ મહેસુલ વિભાગમાં એવોર્ડ સ્વીકારનાર ડે.કલેકટર રાજેશ કુમાર આલ પોતાને એવોર્ડ મળ્યો એ બદલ પ.પુ.મહંત ભરતબાપુ નો આભાર માની સમાધિના આશીર્વાદ મેળવ્યા હતા. સાહીત્ય ક્ષેત્રમાં એવોર્ડ સ્વિકારનાર હરદેવભાઇ આહીરે કહ્યુ હતુ કે એવોર્ડ સાથે લાખ રુપીયા રાશી મળે તો એ લાંબો સમય સુધી ટકતી નથી પરંતુ સંત ખીમદાસ બાપુ ની સમાધિ ના જો અમોને આશીર્વાદ મળી જાય તો એ અમારી પેઢીયુ ની પેઢી સુધી ટકતા હોય છે. એશીયાટીક કોલેજ ના ચેરમેન ગોપાલભાઇ ભુવાએ પોતાનો પ્રતીભાવ આપતા જણાવ્યું હતુ કે આ જગ્યા સાથે અને પ.પુ મહંતશ્રી ભરતબાપુ સાથે ધણા વર્ષો થી હુ સંકળાયેલ છુ. એમની તમામ સેવાકીય પ્રવૃત્તિ લોક કલ્યાણ ની હોય છે. એમના દ્વારા થતા સતકાર્યો વંદનીય હોય છે.

દર વર્ષે યોજાતા એવોર્ડ સમારંભ ના કાર્યક્રમમા સક્રિય મારગદર્શકની ભુમીકા ભજવીને કાર્યકતા ને પ્રેરક બળ પુરુ પાડનાર ગોપાલભાઇ ભુવાએ આ દેહાણની જગ્યા ના ૪૦૦વર્ષ જુના ઇતિહાસ અને પરચાઓ ની વાત કરી હતી.આમંત્રીત મહેમાન તરીકે સંત સાહીત્ય ના ઇતિહાસ ને સાચવાનાર સૌરાષ્ટ્ર ની દેહાણની જગ્યાની લાયબ્રેરી તરીકે ઓળખાતા આનંદ આશ્રમના મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ નીરંજનભાઇ રાજયગુરુએ ખાસ હાજરી આપી હતી. તેમજ ગોડલ શહેર પોલીસ સ્ટેશનના પી. એસ. આઇ બી. એલ ઝાલા વતી એમના દીકરીએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. તેમજ સંગીતક્ષેત્રે ધર્મેશભાઇ પંડયા અને ઉધોગક્ષેત્રે ચંદ્રકાન્ત ભાઇ પટલે અને મહીલા ઉતકર્ષ માટે કામ કરનાર દિપાલીબેન વીરડીયાએ તેમજ શીક્ષણ ક્ષેત્રમા મણીલાલ દુદાણીએ એવોર્ડ સ્વિકારીને પ.પુ ભરતબાપુ નો આભાર માન્યો હતો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અશોક ભાઇ શેખડા, મહેશભાઇ ટારીયા, વંસંતભાઇ હીરાણી, શશીકાન્તભાઇ હીરાણી, પ્રવીણબાપુ દેશાણી, ભાવેશબાપુ ગોંડલીયા અને રવીભાઇ હીરાણી જહેમત ઉઠાવી હતી.