ગંગોત્રી સ્કૂલ દ્વારા મોટીવેશનલ સેમિનારનું આયોજન થયું..

0
414

જ્યારે Covid-19 ની મહામારી વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ ઘેર બેઠા ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા હતા. ગત માસમાં બોર્ડનાં વિદ્યાર્થીઓની ફિઝિકલ સ્કૂલ શરુ થઇ છે ત્યારે વિદ્યાર્થીઓની ખૂબ નજીકના સમયમાં એટલે કે જ્યારે 100 જેટલા દિવસો પરીક્ષામાં બાકી છે

ત્યારે તેઓ હતાશા ન અનુભવે તે માટે તેમને યોગ્ય માર્ગદર્શનની જરૂરિયાત તેમજ હકારાત્મક વિચારો ખૂબ જરૂરી છે. આવા સમયમાં ગંગોત્રી સ્કૂલ દ્વારા પ્રખર મોટીવેશનલ સ્પીકર ‘અશોક ગુજ્જર’ દ્વારા વિદ્યાર્થીઓને ગોંડલના સર મહારાજા ભગવતસિંહજી ટાઉન હોલ ખાતે સરકારશ્રીના પરિપત્ર મુજબ Covid-19 ના તમામ નિયમોના પાલન સાથે મોટીવેશન તેમજ પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

કાર્યક્રમ પૂર્ણ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને જોશ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં ગંગોત્રી સ્કૂલના પ્રિન્સિપાલ કિરણબેન છોટાળા, ટ્રસ્ટી દિલીપભાઈ હડિયા, ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસ ડિરેક્ટર દિપેન છોટાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉમેશભાઈ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં અંતે ગંગોત્રી સ્કૂલના ચેરમેન સંદિપ છોટાળા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમજ મેનેજમેન્ટ ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.