સુરતમાં હવે મોટોભાઈ નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયો, પત્ની-બાળકો ભગવાન ભરોસે

0
393
  • મોટાભાઈ અને તેમના નાનાભાઈના પત્નીને પ્રેમ સંબંધ બંધાતા ભાગી ગયા
  • પરિણીતાએ પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી આપી ન્યાયની માંગ કરી

સુરત. શહેરમાં સમાજને એક કાળી ટીલી રૂપ ઘટના સામે આવી છે, જેમાં પરિણીત મોટાભાઈ અને તેમના જ નાનાભાઈની પત્ની સાથે પ્રેમ થઈ જતા ભાગી ગયા હતા. જેમાં મોટાભાઈના પત્ની અને નાના બાળકો હાલ ભગવાન ભરોસે મૂકાય ગયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વેવાઈ-વેવાણ બાદ સુરતમાં આ બીજો કિસ્સો સામે આવ્યો છે.

ભાગીને મૈત્રી કરાર કરી લીધો

પુણા પોલીસ સ્ટેશનમાં પરિણીતા દ્વારા એક અરજી કરવામાં આવી છે. આ અરજીમાં ચોંકાવનારા આક્ષેપ કરવામાં આવ્યા છે. જેઠ વહુનો સંબંધ ખૂબ માન મર્યાદાવાળો હોય છે. જોકે, સુરતમાં સમાજને કાળી ટીલા રૂપી ઘટના બની હતી. જેમાં મોટાભાઈ અને તેમના નાનાભાઈના પત્નીને પ્રેમ સંબંધ બંધાતા ભાગી ગયા હતા. ત્યારબાદ પરિવારજનોએ બન્નેને શોધ્યા હતા પરંતુ બન્નેએ મૈત્રી કરાર કરી લીધો છે.

પરિણીતાએ પોતાના પતિની કરતૂતો છતી કરી
મોટાભાઈના પત્નીએ સુરત પુણા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જેમાં પોતાના પતિની કરતૂતો છતી કરી હતી. પત્નીએ જણાવ્યું હતું કે, મારા પતિ મને વારંવાર મારતા હતા. સાથે જ જુગાર પણ રમતા અને રમાડતા હતા અને ચોરી છુપે દારૂ પણ વહેંચતા હતા. પરિણીતાએ પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી આપી છે અને ન્યાયની માંગ કરી છે.

16 જૂનના રોજ બન્ને ભાગી ગયા
પતિ તેના નાનાભાઈના ઘરે વારંવાર જતો હતો. તેથી કામિનીને શંકા જતા તપાસ કરી પતિને તેના નાનાભાઈની પત્નીની સાથે પ્રેમ સંબંધ હોવાનું ખુલ્યું હતું. લોકડાઉનમાં નાનોભાઈ અને તેની પત્ની વતન જતા પતિ પણ પત્ની સંતાનોને છોડીને વતન ચાલ્યો ગયો હતો. 16 જૂનના રોજ મોટોભાઈ નાનાભાઈની પત્ની સાથે ભાગી ગયો હતો.

માર મારી ડિવોર્સનું દબાણ કર્યું હતું
પરિણીતા કામ માટે ઓલપાડ ગઈ હતી. ત્યાં પતિને દિયરની પત્ની સાથે જોતા પોલીસને જાણ કરી હતી. ત્યાં પરિણીતાને પતિએ માર માર્યો હતો અને ડિવોર્સનું દબાણ કર્યું હતું. બાદ પરિણીતાએ ઘરે આવીને સાસરિયા સહિતના સંબંધીઓને બોલાવીને આ બાબતે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પણ પતિએ હત્યાની કોશિશ કરી હતી.

વેવાઈ-વેવાણ ભાગી ગયા બાદ બીજો કિસ્સો
2020 વર્ષની શરૂઆતમાં સુરતના વેવાઈ અને નવસારીના વેવાણ ભાગી ગયા બાદ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. દરમિયાન બંને પરત પણ આવી ગયા હતા.જોકે, ફરી ભાગી ગયા હતા. આ કિસ્સા બાદ સુરતમાં ફરી મોટોભાઈ નાનાભાઈની પત્નીને લઈને ભાગી જતા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.