ધો.12ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 23 ઓગસ્ટથી પરીક્ષા શરૂ થશે

0
134
  • સાામન્ય પ્રવાહ અને ધોરણ 10ની પરીક્ષા 23 ઓગસ્ટથી શરૂ થશે
  • ધો.12 સાયન્સની પૂરક પરીક્ષા 25 ઓગસ્ટથી શરૂ થશે.

અમદાવાદ. ધોરણ 12ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 25 ઓગસ્ટથી આ પૂરક પરીક્ષા શરૂ થશે. ધોરણ 12 સાયન્સ, કોમેર્સ સહિતના પ્રવાહમાં 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સામન્ય પ્રવાહ અને ધોરણ 10ની પરીક્ષા 23 ઓગસ્ટથી શરૂ થશે જ્યારે ધો.12 સાયન્સની પૂરક પરીક્ષા 25 ઓગસ્ટથી શરૂ થશે.

આ પૂરક પરીક્ષા માટે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 80 હજાર જ્યારે ધોરણ 12 સાયન્સ માટે 23 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે. દર વર્ષે માર્ચમાં લેવાતી બોર્ડની પરીક્ષામાં ધોરણ.10 અને 12 સાયન્સમાં બે વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થી અને ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 1 વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવામાં આવે છે. જોકે આ વખતે કોરોના મહામારીના કારણે જુલાઈ માસમાં પૂરક પરીક્ષા યોજવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે. જેથી હવે આ પરીક્ષા ઓગસ્ટ મહિનાના અંતમાં યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here