ધોરાજીમાં આત્મજ્ઞાની પૂજય દિપકભાઈનો પ૦મો જ્ઞાનદિવસ ભવ્યતાથી ઉજવાયો

0
850


આજે જ્ઞાનવીધીમાં હજારો નવા મુમુક્ષો આત્મજ્ઞાન પ્રાપ્તી કરશે..

તા.૦૬, ધોરાજી: આજથી ત્રીદિવસીય આત્મજ્ઞાની પૂજય દિપકભાઈનો ભવ્ય પ્રશ્નોતરી સત્સંગ તથા જ્ઞાનવિધીનો ભક્તિસભર કાર્યક્રમ લેઉઆ પટેલ સમાજ, જમનાવડ રોડ, ધોરાજી ખાતે શરૂ થયો હતો.


ગાંધીનગરના અડાજલ ત્રિમંદિરેથી પધારેલ આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઇ દેશાઇનું શહેરીજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. જ્યારે આજરોજ દીપકભાઇનો પ૦મો જ્ઞાનદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કેક સેલીબ્રેશન તેમજ નાના ભુલકાઓ દ્વારા સ્વાગત નૃત્ય સાથે કાર્યક્રમ શરૂ થયો હતો, ત્યારે ઉપસ્થિત હજારો મહાત્માઓને આર્શીવચન પાઠવતા પૂજ્યશ્રીએ જણાવેલ કે, ૧૭ વર્ષની ઉંમરે આજના દિવસે પરમ પરમ પૂજય દાદા ભગવાન(દાદાશ્રી) પાસેથી જ્ઞાન લીધેલ હતું. દીપકભાઇના જ્ઞાનદિવસના પ૦માં વર્ષ નિમીતે આજે પણ પૂ.ડો.નિરૂબેન અમીન (નિરૂમા)ના ઘડતર, સીંચન સાથે દાદાવાણીના શબ્દો કેચઅપ કરીને પ્રકાશ વધતો હતો અને જ્ઞાનનો ફોડ પડતો જ રહ્યો છે. શુધ્ધાત્માં પદ શું છે તે સમજાતું ગયું અને આત્મા છુટ્ટો છે તે પણ અનુભવમાં આવતું જાયું, ૧૯૮૮માં પહેલો સત્સંગ વડોદરામાં કરેલ અને ર૦૦૩માં નીરૂમાએ જ્ઞાનવીધી સિધ્ધી આપી હતી. ત્યારથી આજ સુધી મન-વચન-કાયા જગત કલ્યાણ માટે વપરાય તે દાદાએ બોલેલા વાક્યો પકડી રાખ્યા છે.


જયારે તા.૭ને શનિવારના રાત્રે ૭.૩૦ થી ૧૦ જ્ઞાનવિધી અને તા.૮ને રવિવારે સાંજના ૮ થી ૧૦ આપ્તપુત્રો દ્વારા સત્સંગ યોજાશે. આ સત્સંગમાં મારા જીવનમાં સુખ શાંતી આનંદ કેમ અનુભવાતા નથી? મેં કોઇને દુઃખ દીધું નથી, તો હું દુઃખી કેમ છુ? ભગવાન એક છે તો ધર્મ આટલા બધા કેમ? બાળકોના સંસ્કારનું સીંચન કેમ કર્યુ? સ્પર્ધાત્મક યુગમાં જીવન કેવી રીતે જીવવું ? શું આ જન્મના કર્મોનું ફળ આ જન્મમાં જ મળે? ક્રોંધ ચીંતા કેવી રીતે બંધ થાય? તેવા અનેકો જીવનના મુંજવતા પ્રશ્નોનો સચોટ જવાબ તથા સમાધાન મેળવવા તેમજ જ્ઞાનવિધી કાર્યક્રમમાં જરૂરથી પધારવા પૂજય દાદા ભગવાન પરિવાર-ધોરાજી, જેતપુર, ઉપલેટા, સુપેડી, મોટી મારડ, જૂનાગઢ, ગોંડલ સહિતના સેન્ટરોના મહાત્માઓ દ્વારા અપીલ કરાઇ છે.


( ફોટોઃ રાકેશ પટેલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here