અણસોલ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલી મીની ટેમ્પો ઝડપી..
ડેસ બોર્ડ અને શીટ ની નીચે સંતાળેલી 544 બોટલ વિદેશી દારૂ ઝડપાયો..
પોલીસે રૂપિયા 33,240 નો વિદેશી દારૂ જપ્ત કર્યો..

વિદેશી દારૂ અને ટેમ્પા સહિત 1.35 લાખના મુદામાલ સાથે બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી..

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની તારોખો જાહેર કરી દેવામાં આવી છે ત્યારે અરવલ્લી જિલ્લાના શામળાજી ના અણસોલ ચૅકપોસ્ટ નેશનલ હાઇવે પરથી પોલીસે વિદેશી દારૂ ભરેલુ મીની ટેમ્પો ઝડપી પાડ્યો છે..ગાંધીના ગુજરાત માં દારૂ બંધી છે તેમ છતાં નશા ના કારોબારીઓ એન કેન પ્રકારે નશાનો સામાન નશાખોરો સુધી પહોંચાડતા હોય છે ત્યારે શામળાજી પોલીસ અણસોલ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગમાં હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતા મીની ટેમ્પો ને રોકી પૂછપરછ કરી તપાસ કરતા મીની ટેમ્પો માંથી વિદેશી દારૂ ઝડપાયો હતો..જેમાં તપાસ કરતા કેબિનમાં ડેશબોર્ડ અને સીટ ની નીચે સંતાળી ઘુસાડાતો 544 પેટી વિદેશી દારૂ ઝડપાયો હતો..તો શામળાજી પોલીસે મિનિ ટેમ્પો માંથી કુલ 33,240 હજાર નો વિદેશી દારૂ જપ્ત કર્યો છે.તો પોલીસે વિદેશી દારૂ, મીની ટેમ્પા સહિત 1.35 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે..સાથે જ દારૂ ની હેરાફેરી કરનાર વાહનના ચાલક સહિત બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે..
અહેવાલ- નિરવ પ્રજાપતિ, અરવલ્લી મોડાસા