પંજાબ નેશનલ બેન્ક દ્રારા ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રને સેનેટાઈઝ, માસ્ક, થર્મલ ગન અર્પણ

0
341

દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકારની સાથો સાથ સામાજીક સંસ્થાઓ પણ આગળ આવી તેમનું યોગદાન આપી રહી છે. જેના ભાગરૂપે વેરાવળ પંજાબ નેશનલ બેન્ક્ર દ્રારા નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા મદદરૂપ થવા વહીવટી તંત્રના વડા કલેકટરશ્રી અજયપ્રકાશને ૬૫૦ લીટર સેનેટાઈઝ, ૭૧૦૦ માસ્ક અને ૧૦ થર્મલ ગન આપવામાં આવી હતી. જે સામગ્રી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાને ફાળવવામાં આવી હતી. આરોગ્ય શાખા દ્રારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સેનેટાઇઝ, માસ્ક અને થર્મલ ગનનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રસંગે આરોગ્ય વિભાગના ડી.ક્યુ.એ.એમ.ઓ.ડો.બામરોટીયા, ડી.પી.ઓ.નરેન્દ્ર મકવાણા, પંજાબ નેશનલ બેન્કના બ્રાંચ મેનેજર વિકાસ બારીક તથા સ્ટાફ સહભાગી થયો હતો.

અહેવાલ.હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here