સુરત: યુવતીને લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધ્યા અને પછી…..

0
68

સુરત: સુરત શહેરના સચિન વિસ્તારમાં એક યુવાને યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં તેણે યુવતી સાથે લગ્ન ન કરીને તરછોડી દીધી હતી.

આ બનાવ બાદ યુવતી ડિપ્રેશનમાં આવી ગઈ હતી. આખરે યુવતીએ કંટાળીને આપઘાત કરી લીધો હતો. આ કેસમા પોલીસે પ્રેમી વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

સુરતના સચિન વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા સૂરજ રામચરણ યાદવે સચિન વિસ્તારમાં મિલમાં મજૂરી કામ કરતો હતો. આ યુવાને તેના ઘર પાસે રહેતી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ યુવક અને યુવતીનો પ્રેમ આગળ વધ્યો હતો. સમય જતાં યુવતીના પરિવારને આ બાબતની જાણ થઈ હતી. જેથી યુવક સૂરજ યાદવે યુવતીના માતાપિતાને પોતે લગ્ન કરી લેશે તેવું જણાવ્યું હતું.

પરિવારે પણ યુવક-યુવતીના પ્રેમનો સ્વીકાર કરી લીધો હતો. યુવાને લગ્ન કરી લેશે તેવું કહીને બે વર્ષ સુધી યુવતી સાથે સંબંધ રાખ્યો હતો. બે વર્ષ સુધી યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જોકે, સૂરજ બે દિવસ પહેલાં અચાનક ફરી ગયો હતો પોતે લગ્ન નહીં કરે તેવું કહીને યુવતી સાથે સંબંધનો અંત આણી દીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here