દેશમાં પહેલીવાર અમદાવાદ રેલવે સ્ટેશને બેગેજ સેનિટાઈઝેશન અને રેપિંગ મશીન લગાવાયું, પેસેન્જરે રૂ.80 સુધી ચાર્જ ચૂકવવો પડશે

0
72

અમદાવાદ. દેશમાં પહેલીવાર અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના એન્ટ્રી ગેટ ખાતે ખાનગી કંપનીએ બેગેજ સેનિટાઈઝેશન એન્ડ રેપિંગ મશીન લગાવ્યું છે. પેસેન્જરો લગેજને આ મશીનની મદદથી અલ્ટ્રા વાયોલેટ કિરણોથી સેનિટાઈઝ કરવાની સાથે તેઓ પોતાના લગેજને પોલિથિનનું પેકિંગ કરાવી શકશે. આ માટે રૂ.80 સુધીનો ચાર્જ ચૂકવવો પડશે. ડીઆરએમ દીપકકુમાર ઝાએ જણાવ્યું કે, અત્યાર સુધી એરપોર્ટ પર આ સુવિધા હતી. આ ટનલમાંથી લગેજ પસાર થતાં તે સેનિટાઈઝ થઈ જશે.

આટલો ચાર્જ લાગશે

વજનસેનિટાઈઝરેપિંગ- સેનિટાઈઝ
10 કિલો સુધીરૂ.10રૂ.60
25 કિલો સુધીરૂ.15રૂ.70
25 કિલોથી વધુરૂ.20રૂ.80

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here