આજે વલસાડના ઉમરગામમાં મેઘરાજા ઓળધોળ 2 કલાકમાં 2 ઈંચ વરસાદ, રાજ્યના 4 તાલુકામાં વરસાદ નોંધાયો

0
268
  • ગઈકાલે રાજ્યમાં રાજકોટ જિલ્લાના લોધિકામાં સૌથી વધુ વરસાદ નોધાયો, 68 મિમિ વરસાદ ખાબક્યો
  • આજે વલસાડના પારડીમાં 7 મિમિ અને વાપીમાં 3 મિમિ વરસાદ જ્યારે નવસારીના ચીખલીમાં 1 મિમિ

ગાંધીનગર. રાજ્યમાં ચોમાસું મંદ પડ્યું હોય તેવા એંધાણ વચ્ચે આજે વલસાડના ઉમરગામમાં બે કલાકમાં જ બે ઈંચ વરસાદ ખાબક્યો છે. સાથે જ રાજ્યના માત્ર ચાર તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના પારડીમાં 7 મિમિ, વાપીમાં 3 મિમિ વરસાદ અને નવસારીના ચીખલીમાં 1 મિમિ વરસાદ પડ્યો છે.

આજે નોધાયેલા વરસાદના આંકડા

જિલ્લોતાલુકોવરસાદ (મિમિમાં)
વલસાડઉમરગામ48
વલસાડપારડી7

રાજકોટના લોધિકામાં સૌથી વધુ 68 મિમિ વરસાદ
ગઈકાલે 22 જુલાઈએ રાજ્યના 50 તાલુકામાં 1 મિમિથી 68 મિમિ સુધી વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ રાજકોટના લોધિકામાં પોણા ત્રણ ઈંચ નોંધાયો હતો. જ્યારે ભાવનગરમાં 2 ઈંચ, અમદાવાદના ધંધુકામાં 44 મિમિ, સુરેન્દ્રનગરના વઢવાણ અને  અમદાવાદના ધોળકામાં 32 મિમિ, વલસાડમાં 26 મિમિ, સુરતના ઉમરપાડામાં 20 મિમિ, વાપીમાં 18 મિમિ, ખેડાના માતરમાં 13 મિમિ વરસાદ નોઁધાયો હતો. જ્યારે ભરૂચના આમોદ અને સુરત શહેરમાં 12-12 મિમિ વરસાદ નોંધાયો હતો.

ગઈકાલે 22 જુલાઈએ રાજ્યમાં નોઁધાયેલા વરસાદના 5 મિમિથી વધુના આંકડા

જિલ્લોતાલુકોવરસાદ (મિમિમાં)
રાજકોટલોધિકા68
ભાવનગરભાવનગર58
અમદાવાદધંધુકા44
સુરેન્દ્રનગરવઢવાણ32
અમદાવાદધોળકા32
વલસાડવલસાડ26
સુરતઉમરપાડા20
વલસાડવાપી18
ખેડામાતર13
ભરૂચઆમોદ12
સુરતસુરત શહેર12
વડોદરાસાવલી9
મોરબીમોરબી8
સુરતમાંગરોળ8
નર્મદાનાંદોદ7
સુરતકામરેજ7
પાટણરાધનપુર6
છોટાઉદેપુરજેતપુર પાવી6
ભાવનગરશિહોર6
સુરતમાંડવી6
કચ્છરાપર5
જામનગરધ્રોલ5
જૂનાગઢવિસાવદર5
અમરેલીલિલિયા5
ભરૂચઝઘડિયા5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here