PSI શ્વેતા જાડેજાએ વધુ 10 લાખનો તોડ કર્યાનો ઘટસ્ફોટ, ફેબ્રુઆરીના 6 દિવસમાં પૈસા ટ્રાન્સફર કર્યા

0
304

તોડકેસમાં 34 લાખ લીધા હોવાના પુરાવા મળ્યા

અમદાવાદ. તોડ કેસના આરોપી  પીએસઆઈ શ્વેતા જાડેજાએ કેનલ શાહ પાસેથી ફેબ્રુઆરી મહિનાના 6 જ દિવસમાં રૂ.34 લાખ લીધા હોવાના પુરાવા પોલીસે એકત્રિત કર્યા છે. આ ઉપરાંત રૂ.1.20 લાખનો મોબાઈલ ફોન પણ લીધો હોવાનું પુરવાર થયું છે. જ્યારે આ જ 6 દિવસના ગાળામાં શ્વેતાએ તેના બનેવી દેવેન્દ્ર ઓડેદરાને આંગડિયા મારફતે કેનલના રૂ.34 લાખ તેમ જ બીજા રૂ.10 લાખ મળીને કુલ રૂ.45.12 લાખ મોકલ્યા હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો છે. 

કેનલ શાહ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની 2 ફરિયાદ થઇ હતી. જેમાં તેની પાસા હેઠળ ધરપકડ નહીં કરવા માટે મહિલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ તેવા પીએસઆઈ શ્વેતા જાડેજા એ રૂ.35 લાખ લીધા હોવાની ફરિયાદ કેનલે ક્રાઈમ બ્રાંચમાં કરી હતી. જેના આધારે આ કેસની તપાસ 
એસઓજીના એસીપી બી.સી.સોલંકીને સોંપવામાં આવી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here