સોશ્યલ મિડીયાનો પાવરફુલ ઉપયોગ પંકજકુમાર કરે છે, જે સુષ્મા સ્વરાજ અને શંકર ચૌધરીએ કર્યેા છે

0
279

પબ્લિક ડિલીંગ કરતાં વિભાગોના મંત્રીઓ અને અધિકારીઓ જો સોશ્યલ મિડીયાને લોકોના પ્રશ્નો ઉકેલવાનું સાધન બનાવે તો સચિવાલયમાં મુલાકાતીઓની સંખ્યા ઓછી થઇ શકે છે

સોશ્યલ મિડીયાના સમયમાં જો સરકાર અને તેના પ્રધાનો તેમજ અધિકારીઓ જાગૃત હોય તો લોકોની સમસ્યા પળવારમાં ઉકલી શકે છે અને હજારો લોકોને સરકારી કચેરીના ધક્કા ખાધા વિના ન્યાય મળી શકે છે.  –– આ પ્રકારના ન્યાય પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ, તત્કાલિન આરોગ્ય મંત્રી શંકર ચૌધરી અને મહેસૂલ વિભાગના અધિક મુખ્યસચિવ પંકજકુમારે અપાવ્યા છે.


સુષ્મા સ્વરાજ વિદેશના વિધાર્થીઓમાં ખૂબ લોકચાહના મેળવતા મંત્રી હતા. કોઇપણ વિધાર્થી મુસિબતમાં ફસાયો હોય તો તેઓ ટિટરના માધ્મયથી જે તે વિધાર્થીને ન્યાય અપાવતા હતા. એવી જ રીતે મહેસૂલ વિભાગના પંકજકુમાર ટિટર અને ફેસબુકના માધ્યમથી આજેપણ અરજદારોને ધક્કા ખવડાવ્યા વિના તેમની રજૂઆતો વાંચીને વહીવટી તત્રં પાસેથી કામ લઇ અરજદારને ન્યાય અપાવે છે.
ગુજરાતના રાયકક્ષાના પૂર્વ આરોગ્યમંત્રી (સ્વતત્રં વિભાગ) શંકર ચૌધરીએ એક અનુકરણિય કદમ ઉઠાવ્યું હતું. તેમણે ટિટર પર આવેલા એક મેસેજને ગંભીરતાથી લઇને કેન્સર પેન્શનને મા અમૃતમ યોજના હેઠળ મળતા સરકારી લાભ અપાવી વધુ દામ વસૂલ કરનારા સામે તપાસ શ કરવાનો આદેશ કર્યેા હતો.


ડિજીટલ ગુજરાતમાં આજે સચિવાલય અને સરકારી કચેરીઓમાં લાઇવ સંપર્ક આવશ્યક બન્યો છે અને તેના માટે સોશ્યલ મિડીયા એ અસરકારક માધ્મયો બન્યાં છે. આ પહેલાં શંકર ચૌધરીએ ફેસબુકના માધ્યમથી તેમની ઓફિસનું જીવતં પ્રસારણ કરીને રાયની કેબિનેટને ચોંકાવી દીધી હતી. આજે એકમાત્ર પંકજકુમાર એવા ઓફિસર છે કે જેમણે તેમના વિભાગના તમામ જિલ્લા કલેકટરો તેમજ તેમના વહીવટી તંત્રને ટિટરના માધ્યમથી ફરિયાદો સાંભળવા અને તેમનો ઉકેલ કરવાની ખાસ સૂચના આપી છે પરિણામે મહેસૂલમાં બ આવતાં લોકોની સંખ્યા ઘટી છે.


જો ગુજરાતમાં પબ્લિક ડિલીંગ કરતા વિભાગોના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ફેસબુક અને ટિટરના માધ્મયથી લોકોના પ્રશ્નો અને ફરિયાદોનો નિકાલ કરે તો સામાન્ય જનતાને રાહત મળી શકે છે. ગુજરાતમાં આરોગ્ય ઉપરાંત ગૃહ, પંચાયત, શહેરી વિકાસ, ઉધોગ, ટ્રાન્સપોર્ટેશન, શ્રમ, રોજગાર, શિક્ષણ, મહેસૂલ, કૃષિ અને તેના જેવા એક ડઝન વિભાગો એવા છે કે જેમાં પબ્લિક ડીલીંગ વધારે જોવા મળે છે.


  રોજબરોજ લોકોની ફરિયાદો વિવિધ વિભાગોમાં આવતી હોય છે. આપણા પ્રજાના પ્રતિનિધિઓ સોશ્યલ માધ્યમનો ઉપયોગ તો કરે છે પરંતુ સાથે સાથે જો તેઓ નિયમિત લોકોના મેસેજ વહન કરે તો સચિવાલયમાં મુલાકાતીઓની ભીડ ઓછી થાય અને લોકોના પ્રશ્નો સ્થળ પર ઉકલી શકે છે. લાંચના કેસોમાં તો આ માધ્યમો ખૂબ જ અસરકારક નિવડી શકે તેમ છે.


  સ્કૂલ કે કોલેજમાં વિધાર્થીનીની છેડતી થઇ હોય, શિક્ષણમાં કોઇ વિધાર્થીને ઇન્સ્ટીટુટમાંથી ખરાબ અનુભવ થાય, સરકારની સહાય યોજનાઓમાં કોઇ અધિકારી વિલબં કરે અથવા લાંચની રકમ માટે કે કોઇ જગ્યાએ અકસ્માત થયો હોય અને ત્વરીત મદદની જર હોય તો– તેવા સંજોગોમાં ટિટર, ફેસબુક અને વોટસઅપ માધ્મય ફાયર ફાઇટરનું કામ કરે છે.


  ગુજરાતના મુખ્યમંત્રી વિજય પાણી અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશ્યલ મિડીયાના ચાહકો છે અને તેમણે સોશ્યલ મિડીયાથી લોકોના પ્રશ્નો ઉકેલવાનું શ કયુ છે ત્યારે પાણીએ તેમના કેબિનેટ મંત્રીઓને એવો આદેશ કરવો જોઇએ કે તમામ સભ્યોએ સોશ્યલ માધ્યમનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરવો અને લોકોની ફરિયાદોનો ત્વરીત નિકાલ કરવો.


  ભૂતકાળમાં જયનારાયણ વ્યાસ એવા મિનિસ્ટર હતા કે જેમણે તેમની ઓફિસમાં ઓપીડી શ કયુ હતું. મુલાકાતીઓ અને ફરિયાદીઓની માહિતી એકત્ર કરીને તેના નિકાલની સમયમર્યાદા બાંધી હતી અને લોકોને યસ ઓર નો નો જવાબ કારણ સાથે મળી જતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here