અમદાવાદમાં 49% લોકો સંક્રમિત, દેશનાં 11 કોરોનાગ્રસ્ત શહેરના કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સરકારે કરેલા સરવેમાં થયો ઘટસ્ફોટ

0
296
 • મે મહિનામાં થયેલા સરવેનાં તારણો મુજબ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં રહેતા અડધો અડધ લોકોના શરીરમાં કોરોના સામેનું એન્ટિબોડી મળ્યા હતા
 • તારણો મુજબ શહેરમાં હર્ડ ઇમ્યુનિટી વિકસિત થઈ ચૂકી છે
 • અગ્રણી ડૉક્ટરોએ અગાઉ અમદાવાદમાં હર્ડ ઇમ્યુનિટી શરૂ થયાનું જણાવ્યું જ હતું
 • અમદાવાદના 10 કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સરવે કરાયો હતો
 • સરવેનાં તારણો મુજબ મુંબઈ, આગરા, પૂણે કરતાં અમદાવાદમાં સંક્રમણનું પ્રમાણ વધારે

નવી દિલ્હી. કેન્દ્ર સરકારે દેશનાં 11 સૌથી વધુ કોરોના વાઈરસ પ્રભાવિત શહેરોના કન્ટેઈન્મેન્ટ ઝોનમાં કરાવેલા સીરો સરવેમાં ચોંકાવનારાં પરિણામો સામે આવ્યા છે. આ સરવે મુજબ,  અમદાવાદમાં 49 ટકા જેટલા લોકોને કોરોના વાઈરસનો ચેપ લાગી ચૂક્યો છે. જોકે, આ સરવે રેન્ડમ સેમ્પલિંગના આધારે કરાયો છે. કોરોના વાઈરસના સંક્રમણનો અંદાજ લગાવવા માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો, જેનો હેતુ વિવિધ સ્થળે રહેતી વસતી પર કોરોનાની કેટલી અસર થઈ તે જાણવાનો હતો. આ સરવે પ્રમાણે, અમદાવાદના કન્ટેઈન્મેન્ટ ઝોન પછી કોરોનાનો સૌથી વધુ ભોગ અનુક્રમે મુંબઈ, આગરા અને પૂણેના કન્ટેઈન્મેન્ટ ઝોનમાં રહેતા લોકો બન્યા છે.  

અમદાવાદમાં કોરોના આવ્યો ત્યારથી અત્યાર સુધી અંદાજે 15 લાખ લોકોને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકાયા હતા 

કન્ટેઈન્મેન્ટઝોન વસતી
ખાડિયા118969
દરિયાપુર117314
શાહપુર115072
જમાલપુર138054
અસારવા71263
દાણીલીમડા138824
બહેરામપુર134409
મણિનગર122590
સરસપુર182756
ગોમતીપુર150980
ગુલબાઈ ટેકરા7544
કુલ1297775

 ​​​​​​ આ સિવાય અમદાવાદમાં 360 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન પણ છે, જેની વસતી અઢી લાખ છે. આમ, કુલ 15,47,775 લોકો કન્ટેઈન્મેન્ટ અને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં રહે છે, જેમાંથી 49 ટકા લોકો સંક્રમિત છે.  

હવે આગામી દિવસોમાં નવા કેસ ઘટતા જશે 

દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં 501 ટેસ્ટ કરાયા, જેમાં 52 લોકો પોઝિટિવ આવ્યા. એટલે કે 10.37% લોકોમાં એન્ટિ બોડી મળ્યા, જ્યારે સુરત, જયપુર, ઈન્દોર, ચેન્નાઈ, હૈદરાબાદ અને જોધપુરમાં 8 ટકાથી ઓછા લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ સરવે મેના ત્રીજા અઠવાડિયાથી શરૂ કરાયો હતો. તેના પરિણામો આખા દેશ માટે રાહતના સમાચાર લઈને આવ્યા છે કારણ કે, દિલ્હીમાં ગયા મહિના સુધી ઝડપથી કેસ વધતા હતા. દિલ્હીની કોવિડ મોનિટરિંગ કમિટીના અનુમાન પ્રમાણે, કન્ટેઈન્મેન્ટ ઝોનમાં વસતા લોકોમાં એન્ટિ બોડી વિકસી છે. તેથી આગામી દિવસોમાં નવા કેસ ઘટતા જશે. 

કયા કન્ટેઈન્મેન્ટ ઝોનમાં કેટલા લોકોમાં એન્ટિબોડી 

 • અમદાવાદમાં 496 લોકોના ટેસ્ટમાંથી 48.99% લોકોમાં 
 • મુંબઈમાં 495 લોકોના ટેસ્ટમાંથી 36.56% લોકોમાં 
 • આગરામાં 500 લોકોના ટેસ્ટમાંથી 22.80% લોકોમાં
 • પૂણેમાં 504 લોકોના ટેસ્ટમાંથી 19.84% લોકોમાં
 • દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં 501 લોકોના ટેસ્ટમાંથી 10.37% લોકોમાં 
 • સુરત, જયપુર, ઈન્દોર, ચેન્નાઈ, હૈદરાબાદ અને જોધપુરમાં ફક્ત 8%માં એન્ટિબોડી

સીરો સરવે શું છે અને તેની જરૂર કેમ પડી?કોરોના વાઈરસની અસર જાણવા માટે RT-PCR અને રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરાય છે, જ્યારે ચોક્કસ વિસ્તારમાં રહેતા લોકોમાં સંક્રમણ કેટલું ફેલાયું છે તપાસવા માટે એન્ટિબોડી ટેસ્ટ કરાય છે. જો કોરોનાના એસિમ્પ્ટોમેટિક કેસ વધુ હોય તો ચોક્કસ વસતીમાં વાયરસ કેટલો ફેલાયો તે ખબર નથી પડતી. એ અંદાજ સીરો સરવેથી મળે છે. આ માટે બ્લડ સીરમનું ટેસ્ટિંગ કરાય છે, જેથી તે ‘સીરો’ સરવે તરીકે ઓળખાય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here