ભાવનગરના જહાજને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવા અરજી કરાઈ, અલંગમાં આવેલા INS વિરાટને તોડવા પર પ્રતિબંધ લગાવ્યો

0
374
  • હાલ આ યુદ્ધ જહાજને યથાવત્ સ્થિતિમાં રાખવામાં આવેઃ સુપ્રીમ કોર્ટ

આર્મીમાંથી સેવામુક્ત થયેલા યુદ્ધ જહાજ INS વિરાટને તોડવા પર સપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે આ અંગે જણાવ્યું છે કે હાલ એને યથાવત્ સ્થિતમાં રાખવામાં આવે. એની સાથે જ કોર્ટે ખરીદનારાઓને નોટિસ પણ ઈસ્યુ કરી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે એક ગ્રુપ ભવિષ્ય માટે એને સંરક્ષિત કરવા માંગે છે અને ખરીદનારને 100 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે.

જહાજને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી
અરજદારે કહ્યું છે કે એને તોડવા કરતાં મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવામાં આવે. એરક્રાફટને ફ્લાઈંગ કરાવવાની ક્ષમતા ધરાવનારા જહાજને 1987માં ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. વર્ષ 2017માં એને નેવીમાંથી દૂર કરવામાં આવ્યું હતું. પછી એક ગ્રુપે હરાજીમાં 38.54 કરોડ રૂપિયામાં એની ખરીદ્યું હતું. બાદમાં આ જહાજને ગુજરાતના અલંગ જહાજ તોડવાના યાર્ડમાં મોકલવામાં આવ્યું હતું. હવે સુપ્રીમ કોર્ટે એને તોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

મહારાષ્ટ્ર સરકારે વિરાટને સંરક્ષિત કરવાનો પ્રસ્તાવ કેન્દ્રને મોકલ્યો
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડિસેમ્બરમાં મહારાષ્ટ્ર સરકારે સેવામુક્ત થઈ ચૂકેલા જહાજ INS વિરાટને સંરક્ષિત કરવાનો પ્રસ્તાવ કેન્દ્રને મોકલ્યો છે. શિવસેેનાનાં રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ બાબતે રક્ષા મંત્રાલયનો પત્ર લખ્યો હતો. રક્ષા મંત્રાલયે પાસે આ માટે NOC માગવામાં આવ્યું હતું. ચતુર્વેદીએ કહ્યું હતું, મહારાષ્ટ્રને આ ઔતિહાસિક યુદ્ધ જહાજના સંરક્ષણ કરવામાં ખુશી થશે. તેમણે કહ્યું હતું કે એ ખૂબ જ દુઃખ અને ચિંતાની વાત છે કે ગુજરાતના અલંગમાં INS વિરાટને ભંગાણમાં રૂપાંતરિત કરવાનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું
ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ જેણે 56 વર્ષ સૌથી લાંબો સમય યુદ્ધ જહાજ તરીકે સેવા આપીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું. એ INS વિરાટ ભાવનગરના અલંગ એન્કર પોઈન્ટ પર ભંગાણ (ડિસ્મેન્ટલ) થવા માટે આવ્યું હતું. ભારતીય નૌકાદળ દ્વારા 30 વર્ષ સુધી આઇએનએસ વિરાટની સેવા લેવામાં આવી હતી. INS વિરાટે યુકેમાં 26 વર્ષ અને ભારતમાં 30 વર્ષ એટલે કે 56 વર્ષ સુધી સેવા આપેલી. ત્રણ દાયકા સુધી INS વિરાટે સમુદ્ર પર રાજ કર્યું હતું અને વિરાટ દેશની શાન હતું, જેને 6ઠ્ઠી માર્ચ, 2017 સેવાનિવૃત્ત કરવામાં આવ્યું.

જહાજ બીચ થયા બાદ વાયરો મોકલી બાંધી દેવામાં આવ્યા
અત્યારે INS વિરાટ અલંગ શિપ-બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 9 પહોંચી ગયું છે. ટગ દ્વારા જહાજને ધીમે ધીમે ખેંચીને નજીક લાવવાની કામગીરી કરાઈ હતી. જહાજના બીચિંગ પ્રક્રિયા સાથે સંકળાયેલા શિપ બીચિંગ નિષ્ણાત પૂર્વજિતસિંહ સરવૈયાના જણાવ્યા પ્રમાણે, એન્કરેજ પોઇન્ટ પરથી ટગ સિંહ ચિતા દ્વારા INS વિરાટને ખેંચીને પ્લોટ તરફ લાવવામાં આવ્યું હતું. બપોરે જહાજ બીચ થયા ગયા બાદ કિનારેથી વાયરો મોકલીને જહાજને બાંધી દેવામાં આવ્યું છે.

કારગિલ વખતે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી
અલંગ શિપ-બ્રેકિંગ યાર્ડમાં આવેલી શ્રી રામ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઓનલાઇન ઓક્શનમાં રૂપિયા 38.54 કરોડની કિંમતે આઇએનએસ વિરાટની ખરીદી કરવામાં આવી હતી. મુંબઇથી ટગની સાથે બાંધીને એને અલંગ એંકર પોઈંટ પર લાવવામાં આવ્યું હતું. 18 હજાર ટન એલડીટી ધરાવતા આ યુદ્ધ જહાજને વર્ષ 1959માં બનાવવામાં આવ્યું હતું. આ યુદ્ધ જહાજ વર્ષ 1987માં ભારતીય નેવીમાં સામેલ થયું હતું. શ્રીલંકા હોય, સંસદ પરનો હુમલો હોય કે કારગિલ હોય, એ સમયે INS વિરાટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

વિરાટ માટે લગભગ 12 કરોડના વેરા ભર્યા હતા
આઇએનએસ વિરાટની પહોળાઇ 49 મીટર અને લંબાઇ 225 મીટર છે. આઇએનએસ વિરાટે અલંગ ખાતે ભંગાણ માટે આવનારું નૌકાદળનું સૌથી મોટું જહાજ છે. અગાઉ યુનાઇટેડ કિંગડમ, ન્યૂઝીલેન્ડના યુદ્ધ જહાજનું પણ અલંગ ખાતે ભંગાણ કરાયું છે. શ્રીરામ ગ્રુપે 38.54 કરોડમાં ખરીદી કરી હતી. ત્યાર બાદ અલંગ એન્કર પોઇન્ટ પર કસ્ટમ, જીપીસીબી દ્વારા બોર્ડિંગ કરવામાં આવેલા કસ્ટમ, એસજીએસટી, આઈજીએસટી સહિત અંદાજે 12 કરોડ વેરાના ભરવામાં આવ્યા હતા. આજે સવારથી લોકોમાં તાલાવેલી હતી કે વિરાટ જમીન પર આવશે તો 8થી 10 નોટિકલ માઈલ દૂર ઊભેલા INS વિરાટને સવારના 10 વાગ્યા બાદ ટગ સાથે બાંધીને ધીમી ગતિએ પ્લાન્ટ નંબર 9 તરફ લાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને 4થી 5 નોટિકલ માઈલ દૂર રાખવામાં આવેલા દરિયાથી અલંગ શિપ-બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 9 સુધી 31 ફૂટની હાઈટાઈડ( મોટી ભરતીમાં) ખેંચીને લાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here