LICના IPOને લઈને સરકાર કરી શકે છે મોટી જાહેરાત, તમે પણ રાહ જોઈ રહ્યાં હોવ તો જાણી લેજો

0
128

બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે મોદી સરકાર LICના IPO માર્કેટમાં લાવવાનું વિચારે છે. સેક્રેટરી તુહિન કાંત પાંડેએ કહ્યું આ વર્ષના ઓક્ટોબરમાં LICના IPO લોન્ચ થઈ શકે છે.

  • LICના IPO ઓક્ટોબરથી બહાર પડશે
  • વડાપ્રધાનની ઈચ્છાનું અમલીકરણ થઈ શકશે
  • સીતારમણે બજેટમાં કર્યુ એલાન તેથી થશે સરકારને લાભ

LIC ના IPOનો મતલબ શું
આ વર્ષે પણ બજેટમાં સીતારમણે LICના IPOની વાત કરી છે. તેનો મતલબ તે છે કે સરકાર LICના શૅર બજારમાં લીસ્ટ કરશે. સરકાર IPO દ્વારા LICની Econemic Valueની જાણકારી મેળવશે. આગળના બજેટમાં નાણાંમંત્રીએ ભાષણમાં કહ્યું હતું કે LIC પર પુરો હક સરકારનો રહેશે. આ IPOના લીસ્ટીંગ દ્વારા LICની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવશે અને તેનાથી સરકારને રિટેલ રોકાણકારોને પણ તેના ભગીદાર બનાવે તે ઈચ્છા છે.

કેમ લાવામાં આવે છે LICનો IPO
આ IPOના દ્વારા મોદી સરકાર 90 હજાર કરોડ કમાવાની ઈચ્છા રાખે છે. LICની માર્કેટ વેલ્યુ 15 લાખ કરોડનું અનુમાન લગાવામાં આવે છે. સરકાર LICનો છથી સાતમો ભાગ વેચીને ડિસઈન્વેસ્ટમેન્ટ પર પુરો ભાર મુકવા માગે છે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે સરકાર 2021-22માં ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા 1.75 લાખ કરોડની કમાણી કરવા ઈચ્છે છે. તેમનુ કહેવું છે ગયા વર્ષે કોરોનાના કારણે જે ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાનો લક્ષ્ય પુરો થઈ શક્યો નથી તેની ભરપાઈ આ વર્ષે 2.1 લાખ કરોડ દ્વારા થઈ શકશે.

LICના પોલિસીધારકોને મળશે તેનો લાભ
(DIPAM)ના સેક્રેટરી તુહિન કાંત પાંડે ના કહેવા મુજબ આ IPOનો 10મો ભાગ LICના પોલિસીધારકોને મળશે. જેવી રીતે  રિટેલ રોકાણકારોને સરકારી કંપનીના IPOમાં 10મો ભાગ રિઝર્વેશનમાં મળે છે. તે જ રીતે LICમાં પોલીસી હોલ્ડરોને IPOમાં રિઝર્વેશન મળશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here