કોરોનાને લીધે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે સપ્ટેમ્બરમાં યોજાનારી પેટાચૂંટણી મોકૂફ

0
117

ગાંધીનગર. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે સપ્ટેમ્બરમાં યોજાનારી પેટાચૂંટણી હાલ મોકૂફ રાખવાનો ચૂંટણીપંચે નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ યોજાયેરી રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. આ કારણે આ બેઠકો ખાલી પડી હતી. નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. હાલ ગુજરાતમાં ચાલી રહેલી કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આ નિર્ણય કર્યો હોવાનું મનાય છે.

કઈ 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે
1. મોરબી
2. કરજણ (વડોદરા)
3. કપરાડા (વલસાડ)
4. લિમડી (સુરેન્દ્રનગર)
5. ગઢડા (બોટાદ)
6. ડાંગ
7. ધારી (અમરેલી)
8. અબડાસા (કચ્છ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here