સિવિલ હોસ્પિટલના બ્રધરનું સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુ આંક 495, પોઝિટિવની સંખ્યા 11,128 થઈ

0
332
  • વરાછાના કાર્યપાલક ઈજનેર અને આરોગ્ય અધિકારી પણ સંક્રમીત
  • કાપડના વેપારી, કરીયાણા દુકાનદાર ગેરેજ માલીકને પણ ચેપ લાગ્યો

સુરત. શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 11128 થઈ ગઈ છે. પાલિકાના બે કર્મચારીઓ સહિત શહેરમાં વધુ 12 દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુ આંક 495 થઈ ગયો છે. શહેરમાં 129 અને જિલ્લામાં 63 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 7268 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે. સિવિલ હોસ્પિટલના મેઈલ નર્સ(બ્રધર્સ)નું મોત થયું છે. સુનિલ નિમાવત નામના બ્રધરનું મોત થયું છે.

સારવાર દરમિયાન મોત
કોરોના સંક્રમણનો ભોગ બનેલા અને નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં નર્સિંગ સ્ટાફના બ્રધર સુનિલ નિમાવતનું અવસાન થયું છે. પ્રાઇવેટ યુનિક હોસ્પિટલમાં તેઓ દાખલ હતાં. કોરોનાની લગભગ 1 મહિનાની સારવાર દરમિયાન તેઓનું આજે સવારે નિધન થયું છે. 1 મહિના પહેલા તાવ શરદી અને ખાંસી હોવાથી હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારબાદ ઓક્સિજન લેવલ ઘટી જવાથી આઈસીયુમાં હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો છેલ્લા દસ દિવસથી વેન્ટિલેટર પર હતા તેઓને પ્લાઝમા થેરાપી પણ આપવામાં આવી હતી.

વરાછાના કાર્યપાલક ઈજનેર અને આરોગ્ય અધિકારી પણ સંક્રમીત
વરાછા ઝોન-એના કાર્યપાલક ઈજનેર અમિત દેસાઈ પણ સંક્રમીત થયા છે. કોરોનાના લક્ષણો બાદ બુધવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે વરાછા ઝોન-એના આરોગ્ય અધિકારી કિંજલ પટેલ પણ સંક્રમીત થયા છે. તેમનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કાપડના વેપારી, કરીયાણા દુકાનદાર ગેરેજ માલીકને પણ ચેપ
પર્વત પાટીયા વિસ્તારમાં રહેતા અને કાપડનો વેપાર કરતા બે વેપારીઓ પણ સંક્રમીત થયા છે. તેવી જ રીતે રાંદેર વિસ્તારમાં રહેતા કરીયાણા અને ઈલેક્ટ્રીકના દુકાનદારો પણ સંક્રમીત થયા છે. જ્યારે કતારગામ વિસ્તારમાં રહેતા ચુનાના વેપારીને પણ ચેપ લાગ્યો છે. વરાછા વિસ્તારમાં રહેતા વેપારી તેમજ ગેરેજ માલીક અને ખેડુત પણ સંક્રમીત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here