અમેરિકા 100 કરોડ વેક્સીન ખરીદશે, તે માટે બે કંપની સાથે 1492 હજાર કરોડનો કરાર કર્યો

0
380
  • વિશ્વમાં દરરોજ બે લાખ નવા કેસ નોંધાય છે, સાજા થનાર લોકોનો આંકડો પણ એક લાખ
  • અમેરિકામાં સૌથી વધારે 41 લાખ કેસ, 1.46 લાખના મોત
  • વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 1 કરોડ 53 લાખ 82 હજાર કેસ , 6.30 લાખ લોકોના મોત

ન્યૂયોર્ક. વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 1 કરોડ 53 લાખ 82 હજાર કેસ નોંધાયા છે. જેમા 6.30 લાખ લોકોના મોત થયા છે. 93.56 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. આ આંકડા www.worldometers.info/coronavirus પરથી લેવાયા છે. અમેરિકાએ 100 કરોડ વેક્સીન ખરીદવા માટે બે કંપનીઓ સાથે 2 બિલિયન ડોલર (લગભગ 1492 હજાર કરોડ રૂપિયા)નો કરાર કર્યો છે. આ બે કંપની અમેરિકાની ફાઈઝર અને જર્મનીની બાયોએનટેક છે. આ બન્ને કંપની સાથે મળીને વેક્સીન તૈયાર કરી રહી છે. તે અત્યાર સુધીનો સૌથી મોટી ડીલ છે. આ પહેલા બ્રિટને ફાઈઝર અને બે બીજી કંપની સાથે 90 કરોડ વેક્સીન ખરીદવાનો કરાર કર્યો હતો. અમેરિકામાં અત્યાર સુધીમાં 41 લાખ 1 હજાર કેસ નોંધાયા છે. 1.46 લાખ લોકોના મોત થયા છે.  19.43 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. 

10 દેશમાં આજે કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ 

દેશકેસમોતકેટલા સાજા થયા
અમેરિકા41,00,8751,46,18319,42,637
બ્રાઝીલ22,31,87182,89015,32,138
ભારત12,39,68429,8907,84,266
રશિયા7,89,19012,7455,72,053
દ. આફ્રિકા3,94,9485,94022,9,175
પેરુ3,66,55017,4552,52,246
મેક્સિકો3,62,27441,1902,31,403
ચીલી3,36,4028,7223,09,241
સ્પેન3,14,63128,426ઉપલબ્ધ નથી
બ્રિટન2,96,37745,501ઉપલબ્ધ નથી
તસવીર રાજધાની છે.

આર્જેન્ટીના: 5 હજાર નવા કેસ
આર્જેન્ટીનામાં છેલ્લા 24 કલાકમાં 5 હજાર 782 નવા કેસ નોંધાયા છે. આ સાથે અહીં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 41 હજાર 900 થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે આ જાણકારી  આપી હતી. દેશમાં છેલ્લા એક કલાકમાં 98 લોકોના મોત થયા છે આ સાથે મોતનો આંકડો 2588 થયો છે.

મંગળવારે એક મૃતદેહને દફનાવવા જઈ રહેલા કર્મચારીઓ.

બ્રાઝીલ: સંક્રમિતોનો આંકડો 22 લાખને પાર
બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં 67 હજાર 960 નવા કેસ નોંધાયા છે. આ સાથે અહીં સંક્રમિતોનો આંકડો 22 લાખ 27 હજાર 514 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ છેલ્લા 24 કલાકમાં 1284 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં અહીં 82 હજાર 771 લોકોના મોત થયા છે. અમેરિકા પછી બ્રાઝીલ સૌથી વધારે પ્રભાવિત દેશ છે.