રાષ્ટ્રીય ફેર પ્રાઈઝના ઉપપ્રમુખ પ્રહલાદ મોદીના સસ્તા અનાજનો કાળો કારોબાર આવ્યો સામે…!

0
313
  • ટેમ્પો ચાલકના નિવેદનથી તપાસ કરવામાં આવી
  • વડનગરમાં સસ્તા અનાજનો કાળો કારોબાર સામે આવ્યો
  • 20 બોરી સરકારી અનાજ ભરેલી માર્ક સાથે એક ટેમ્પો મળી આવ્યો

રાષ્ટ્રીય ફેર પ્રાઈઝ શોપના ઉપપ્રમુખ એવા પ્રહલાદભાઈ મોદીના વતન વડનગરમાં સસ્તા અનાજનો કાળો કારોબાર સામે આવ્યો છે. જેમાં ગરીબોના પેટનો કોળિયો કન્ટ્રોલ અને ઘંટી સંચાલકની મિલીજુલીથી કાળા વેપારમાં ખપાવી દેવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

મહેસાણા: વડનગર પીઠોરી દરવાજે આવેલા સસ્તા અનાજની દુકાનેથી છેલ્લા ઘણાં સમયથી ગરીબોને આપતા અનાજનો કાળો કારોબાર અંબાજી માતાના ચોકમાં આવેલા અંબિકા ફ્લોર ફેક્ટરીમાં થતો હોવાની માહિતી લોકોમાં ચર્ચાઈ રહી હતી. ત્યારે તાજેતરમાં એક જાગૃત નાગરિકની બાતમીના આધારે વડનગર પુરવઠા મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવતા 20 બોરી સરકારી અનાજ ભરેલી માર્ક સાથે એક ટેમ્પો મળી આવ્યો હતો. ટેમ્પો ચાલકની પૂછપરછમાં અંબિકા ફ્લોર ફેક્ટરીના માલિકના ઘરે અન્ય 20 બોરી ચોખા પણ ઉતર્યા હોવાનું સામે આવ્યું હતું.

આમ સરકારી અનાજ અંગત લાભ માટે ખાનગી ફ્લોર ફેકટરી સંચાલકને વેચી દેવામાં આવતું હોવા મામલે તંત્રએ સ્થળ પરથી 20 બોરી એટલે કે, અંદાજે બે હજાર કિલો ઘઉં અને 1500 કિલો જેટલા ચોખાનો જથ્થો સિઝ કરી સેમ્પલ ચકાસણી માટે મોકલી આપવા સહિતની કામગીરી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં ટેમ્પો ચાલક અને અંબિકા ફ્લોર ફેક્ટરીના માલિકના નિવેદન લેવામાં આવ્યા છે, તો ઇન્ચાર્જ પુરવઠા મામલતદાર દ્વારા સમગ્ર તપાસમાં પ્રાથમિક તબક્કે જ ભીનું સંકેલવા મીઠાની થેલી અને ફ્લોર ફેકટરીમાં પડેલ ઘંઉના સેમ્પલ તપાસ કરવામાં આવ્યા નથી. આમ ફલોર ફેકટરી માલિકનો માલ સિઝ ન થાય માટે તંત્રના ચાર હાથ જોવા મળ્યા છે. ત્યાં સવાલ એ છે કે, વડનગર સસ્તા અનાજના ગોડાઉનથી લઈ કન્ટ્રોલમાં રહેલા અનાજનો આ કાળો કારોબાર આખરે ક્યારે અને કેવી રીતે અટકશે…?

જે અંગે ટેમ્પો ચાલકનું નિવેદન સાંભળતા સસ્તા અનાજના આ કાળા કારોબારમાં સરકારી તંત્ર અને કેન્ટ્રોલની દૂકાનના સંચાલકો ગરીબના હકનું છીનવી લઈ અનાજનો જથ્થો સગેવગે કરતા પણ અચકાતા નથી, તો તપાસમાં આવેલા સરકરી બાબુ નાયબ મામલતદાર, ઇન્ચાર્જ પુરવઠા અધિકારી પોતે મીઠાની થેલી સહિતના મુદ્દામાલને નજરઅંદાજ કરી સરકારી અનાજ શંકાસ્પદ હોવાનું કહી ફ્લોર ફેકટરીમાં પડેલા ઘઉંના જથ્થાના સેમ્પલ લેવા સહિતની કાર્યવાહીથી પીછે હઠ કરી રહ્યા છે, તો આ મામલે ટેમ્પો ચાલક અને ફ્લોર ફેકટરી માલિક અજય ભાવસરના નિવેદન લઈ જથ્થો સિઝ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી સમગ્ર રાષ્ટ્રીય ફેર એન્ડ શોપ પ્રાઈઝ સંગઠનના ઉપપ્રમુખ છે. ત્યાં બીજી તરફ તેમના જ ગામડાઓમાં સસ્તા અનાજનો કાળો કારોબાર ફુલ્યો ફાલ્યો જોવા મળી રહ્યો છે. ત્યારે આ સરકારી અનાજ સગેવગે થવા મામલે યોગ્ય કાર્યવાહી થશે કે, કેમ તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here