માસ્ક ન પહેર્યુ તો રૂા.1 લાખનો દંડ અને લોક ડાઉન નિયમો તોડ્યા તો બે વર્ષની જેલ સજા

0
382

ઝારખંડમાં લોકોની બેદરકારીથી કોરોના સંક્રમણ વ્યાપક બનતા આકરો નિર્ણય : સરકારી હોસ્પિટલમાં હવે કોરોના બેડ નથી રહ્યા, પ્રાઇવેટ હોસ્પિટલ અને બેંકવેટ હોલમાં આઈસોલેશન વોર્ડ ઊભા કરાશે


ઝારખંડ સરકારે કોરોના વાયરસ અંતર્ગત બનાવેલા નિયમોનો ભંગ કરનારાઓ સામે આકરૂ વલણ કરવાનું શરૂ કરી દીધુ છે અને સરકારે કહ્યું છે કે નિયમોનો ભંગ કરનાર અને માસ્ક નહી પહેરનારાઓને રૂા.1 લાખનો દંડ તથા લોક ડાઉન ના નિયમો તોડ્યા તો બે વર્ષ ની જેલ સજા પણ થઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝારખંડ કેબીનેટે આજરોજ સંક્રામક રોગ અઘ્યાદેશ 2020 મંજૂર કરી દીધો છે. જેમાં જણાવાયું છે કે રાજયની અંદર સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન અને માસ્ક નહી પહેરવા બદલ રૂા.1 લાખનો દંડ ફટકારવામાં આવશે.

આ ઉપરાંત અઘ્યાદેશમાં જણાવાયું છે કે જો કોઇ વ્યકિત નિયમોનું ઉલ્લંઘન કરે છે અને માસ્ક નથી પહેરતા તો તેઓને બે વર્ષની જેલ સજા પણ થઇ શકે છે.દરમ્યાન રાજયમાં આજે નિયમોનો ભંગ કરનારાઓને રોકવા માર્ગો ઉપર કોઇ ચેકીંગ દેખાયુ ન હતું. રાજધાની રાંચીમાં અનેક લોકો માસ્ક વિના ફરતા દેખાયા હતા.

હાલમાં જ રાજયમાં પરપ્રાંતિય મજૂરો પરત આવ્યા છે અને લોકો દ્વારા બેદરકારી દખવામાં આવી છે. જેના કારણે રાજયમાં પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વ્યાપક વૃઘ્ધિ થઇ છે. આથી સરકાર દ્વારા રૂા.1 લાખનો દંડ અને બે વર્ષની જેલ સજા જેવા આકરા નિર્ણયો લેવા પડયા છે. ઝારખંડમાં અત્યારસુધીમાં ૬૬૮૨ કેસ નોંધાયા છે જેમાંથી ગઇકાલે વધુ ૪૩૯ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. સરકારી હોસ્પિટલમાં હવે કોરોના બેડ નથી રહ્યા, પ્રાઇવેટ હોસ્પિટલ અને બેંકવેટ હોલમાં આઈસોલેશન વોર્ડ ઊભા કરાશે