કોરોનાના ટેસ્ટીંગથી ભારતીય બનાવટની પ્રથમ એન્ટીજેન કીટને ICMRની મંજુરી

0
310

માય લેબ ડિસ્કવરી સોલ્યુશનની આ કીટ રૂા.450માં મળશે

ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ (આઈસીએમઆર) એ કોરોના વાયરસની બીમારીના નિદાન માટે માયલેબ ડિસ્કવરી સોલ્યુશનની રેપીડ એન્ટીજેન ટેસ્ટ કીટને મંજુરી આપી છે. આ રીતે તેની બીજી કીટને મંજુરી અપાઈ છે. જો કે આ કીટ ભારતીય બનાવટની પ્રથમ છે.

પેથોકેચ કોવિડ 19 એન્ટીજેન રેપીડ ટેસ્ટીંગ કીટ ભારતમાં બનાવાઈ છે. આવી કીટ તત્કાળ ઉપલબ્ધ બનશે અને એની કિંમત 450 આસપાસ રાખવામાં આવશે.
માયલેબ ડિસ્કવરી સોલ્યુશનના મેનેજીંગ ડીરેકટર હસમુખ રાવતે જણાવ્યું હતું કે તેમની કંપનીની ટીમ શકય તેટલા માર્ગે મહામારી સામે લડવા કામ કરી રહી છે. વિદેશી કીટ પરનું અવલંબન ઓછું કરવા એફોર્ડેબલ આરટી-પીસીઆર ટેસ્ટ લાવ્યા બાદ અમે ટેસ્ટીંગ વધારવા કોમ્પેકટ એકસએલ લાવ્યા છીએ.

એન્ટીજેન ટેસ્ટીંગને મંજુરી મળી જતાં અમે કોવિડ 19 ટેસ્ટીંગના આવા સ્પેકટ્રમ-વ્યાપને આવરી લીધુ છે. માયલેબની રિઅલ ટાઈમ રિવર્સ ટ્રાન્સક્રીપ્શન પોલીમર્સ રિએકશન (આરઆરટી-પીસીઆર) પણ આઈસીએમઆરની મંજુરી મેળવનારી પ્રથમ ઈન્ડીજીનલ ટેસ્ટ કીટ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here