સેન્સેકસ 38000ને પાર: રોસારી બાયોટેકનું બંપર લીસ્ટીંગ: 75 ટકા પ્રીમીયમથી ઈન્વેસ્ટરો માલામાલ

0
362

સેન્સેકસ 300 પોઈન્ટ ઉછળ્યો: પસંદગીના શેરોમાં ધૂમ લેવાલી

મુંબઈ શેરબજારમાં તેજીનો ઝોક રહ્યો હતો. પસંદગીના ધોરણે ધૂમ લેવાલીનો દોર રહેવાથી સેન્સેકસ 100 પોઈન્ટના સુધારાથી 38000ની સપાટી કુદાવી ગયો હતો.

શેરબજારમાં આજે શરુઆત સ્થિર ટોને થઈ હતી. કોરોનાનું સંક્રમણ વધતુ હોવાનો ફફડાટ હતો છતાં અર્થતંત્ર પાયા પર આગળ ધપતુ હોવાના કારણે તેની કોઈ વિપરીત અસર ન હતી. વિદેશી નાણાં સંસ્થાઓ જંગી રોકાણ ઠાલવતી હોવાની સારી અસર હતી. સરકાર આવતા દિવસોમાં રાહત પેકેજ આપવાની સાથોસાથ આર્થિક ઉદારીકરણના શ્રેણીબદ્ધ પગલા લેવાની તૈયારીમાં હોવાના સંકેતોની સારી અસર હતી. વિદેશી રોકાણ આકર્ષવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુલ્લા આહવાનની પણ સારી અસર હતી.

શેરબજારમાં આજે બેંક, જાહેરક્ષેત્રની કંપ્નીઓ, ઓટોમોબાઈલ્સ, એનબીએફસી જેવા ક્ષેત્રોના શેરો ઉછળ્યા હતા. આઈશર મોટર્સ, સ્ટેટ બેંક, ઈન્ડીયન ઓઈલ, ભારત પેટ્રોલીયમ, મારૂતી, નેસ્લે, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાઈટન, ટેક મહીન્દ્ર, બજાજ ઓયો, એચડીએફસી બેંક, કોટક બેંક, આઈસીઆઈસીઆઈ બેંક તથા મહીન્દ્ર ઉંચકાયા હતા. ટીસીએસ, એકસીસ બેંક, હિન્દ લીવર, ઈન્ફોસીસ, શ્રી સિમેન્ટ નબળા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 202 પોઈન્ટના ઉછાળાથી 38074 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 68 પોઈન્ટ વધીને 11202 હતો.દરમ્યાન આજે રોસારી બાયોટેકનું લીસ્ટીંગ થયું હતું. 425ના ભાવમાં આ શેર આપવામાં આવ્યો હતો તેનો ભાવ 73 ટકાના ઉછાળાથી 735 સાંપડયો હતો. ઈન્વેસ્ટરો ખુશખુશાલ હતા.