એલસીબી પીઆઇ એમ.એન.રાણા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ વાઘેલા, મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી નાઓને મળેલ હકીકત આધારે ગોંડલ શહેરનો બુટલેગર અરુણ નંદલાલ પરમાર રહે. ગોંડલ, ભગવતપરા,બુધ્ધનગર વાળાએ દામજીભાઇ પ્રેમજીભાઈ સાવલીયા રહે. ગોંડલ, ભગવતપરા, પટેલ સોસાયટી વાળાની ગોંડલ, વાછરા રોડ, બી.એસ.એન.એલ. માઇક્રોસ્ટેશનની પાછળના ભાગે આવેલ સીમમાં આવેલ વાડીમાં ગેરકાયદેસર ની પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો જથ્થો વેચાણ અર્થે રાખેલ હોય જે ભારતીય બનાવટનો વિદેશી દારૂ માસ્ટર મોમેન્ટસ ફાઇનેસ્ટ વ્હીસ્કી ની કુલ બોટલો નંગ- ૪૭ કિ.રૂ.૧૪,૧૦૦/- ના મુદામાલ સાથે દામજી પ્રેમજીભાઈ સાવલીયાને ઝડપી લીધો હતો અને અરૂણ નંદલાલ પરમાર ને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા.