જામનગર : ભાજપની પેનલોને વિજયી બનાવવા અપીલ કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ

0
317

જામનગર મહાનગરપાલિકાની ચુંટણીના પ્રચારના ભાગરૂપે, વોર્ડ નંબર ૧૫ અને ૧૬ માં, રાજ્ય સરકારના મંત્રી આર.સી.ફળદુ સાથે જંગી જાહેર સભાને સંબોધી, “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્ર્વાસ” સાર્થક કરવા અને ગતિશીલ જામનગરની વણથંભી વિકાસ યાત્રાના સહયોગી બનવા, ભાજપના ઉમેદવારોને જ્વલંત વિજય અપાવવા સૌને નમ્ર અપીલ સહ આહવાન કર્યુ.

જામનગર મહાનગરપાલિકા ની ચુંટણી સંદર્ભે સતત પ્રચાર કરી રહેલા સંસદસભ્ય પૂનમબેન માડમએ ગુરૂવારે વોર્ડ નંબર ૨ તેમજ ૩ અને ૪ મા જનસભાઓ સંબોધી હતી અને અભૂતપુર્વ રીતે લોકોનો ઉમળકો જોવા મળ્યો હોવાનુ જાણવા મળ્યુ છે

જામનગર મહાનગરપાલિકાની ચુંટણી અંતર્ગત, વોર્ડ નંબર ૨ માં, પક્ષના હોદેદારો,આગેવાનો,કાર્યકર્તાઓની ઉપસ્થિતિ જંગી સભા ને સંબોધન કરતી વખતે ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમ એ આ વિસ્તારોનુ ઉતમ થી સર્વોતમનુ લક્ષ્ય સિદ્ધ કરવા, ભાજપની પેનલના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા મતદારોને નમ્ર અપીલ કરી હતી

તેવીજ રીતે જામનગર મહાનગરપાલિકાની ચુંટણીના પ્રચારના ભાગરૂપે વોર્ડ નંબર ૩ માં યોજાયેલી જનસભામા , પક્ષના હોદેદારો, આગેવાનો, કાર્યકર્તાઓની ઉપસ્થિતમાં, સૌ ઉત્સાહી મતદારોને, આ વિસ્તારના વિકાસ કાર્યોને વધુ ને વધુ ગતિશીલતા અપાવવા સંસદસભ્ય પૂનમબેન માડમ એ  ભાજપની પેનલના ચારેય ઉમેદવારોને વિજયી બનાવવા નમ્ર અનુરોધ કર્યો હતો

ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની ચુંટણીના પ્રચારમાં,વિજય વિશ્ર્વાસ સંકલ્પ  સાથે,વોર્ડ નંબર ૪માં, પક્ષના હોદેદારો, અગ્રણીઓ,કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં, વડીલો-ભાઇઓ-બહેનો ને સંબોધન કરી, ભાજપ તરફી પ્રચંડ જનસમર્થનના માહોલમાં સંસદસભ્ય પૂનમબેન માડમ એ પેનલના ચારેય ઉમેદવારોને ઐતિહાસીક વિજય  અપાવવા સૌ ને નમ્ર અનુરોધ કર્યો હતો

આ ચુંટણી પ્રચાર અંતર્ગત સંસદસભ્ય પૂનમબેન માડમ એ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ ઉમેદવારોને પણ પ્રોત્સાહીત કર્યા હતા અને વોર્ડ નંબર ૫ ના કાર્યાલય ઉપર મીટીંગ યોજી ચુંટણી પ્રચારનો રીવ્યુ લઇ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ અને જુદા જુદા  વિસ્તારોમા મતદાર સમુહો સાથે બેઠક કરી ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા નમ્ર અનુરોધ કર્યો હતો

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here