ટ્રમ્પની 34 ફ્લોરની ઇમારત 3000 ડાઇનામાઇટથી ધરાશાયી કરાઈ

0
407

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્લાઝાને હજારો ડાઇનામાઇટની મદદથી ધરાશાયી કરવામાં આવ્યું છે. અમેરિકાના એટલાન્ટિક શહેરમાં આવેલું આ બિલ્ડિંગ તેના કસીનો માટે ખૂબ પ્રખ્યાત છે. 3000 ડાઇનામાઈટની મદદથી 34 ફ્લોરની ઈમારતને ધરાશાયી થતી જોવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પ્લાઝાને 1984માં ખોલવામાં આવ્યું હતું અને વર્ષ 2014માં બંધ કરી દેવામાં આવ્યું હતું. ઘણાં વાવાઝોડાં અને વરસાદને કારણે બિલ્ડિંગનો બહારનો ભાગ ખૂબ જર્જરિત થઈ ગયો હતો. એને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે જૂન મહિનામાં શહેરના મેયર માર્ટી સ્મોલે આ બિલ્ડિંગને ધરાશાયી કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે આ બિલ્ડિંગને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યું હતું ત્યારે અહીં હજારો લોકો હાજર હતા અને એનું લાઈવ સ્ટ્રિમિંગ પણ કરવામાં આવી રહ્યું હતું.

આ પ્લાઝાનો ધરાશાયી થવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 34 ફ્લોરની આ વિશાળ ઈમારતને ધરાશાયી થવામાં 20 સેકન્ડ કરતાં પણ ઓછો સમય લાગ્યો હતો. બુધવારે સવારે 9 વાગ્યાની આસપાસ બિલ્ડિંગમાં એક પછી એક સતત ઘણા વિસ્ફોટ કરવામાં આવ્યા હતા અને એને કારણે આખી ઈમારત હલી ગઈ હતી. એટલાન્ટિક શહેરના મેયરનું કહેવું છે કે આ ઈમારત ધરાશાયી થયા પછી જ એનો કાટમાળ પણ 8 ફ્લોર જેટલી ઊંચાઈનો થયો હતો અને એને હટાવવા માટે હવે જૂન સુધીનો સમય થશે. નોંધનીય છે કે ટ્રમ્પ પોતે તો હોલિવૂડ ફિલ્મોમાં જોવા મળ્યા જ છે, પરંતુ તેમની ઈમારત પણ એક પ્રખ્યાત ફિલ્મનો હિસ્સો બની હતી. ટ્રમ્પ પ્લાઝા ફિલ્મ ઓશન 11માં જોવા મળી હતી. આ ફિલ્મમાં બ્રેડ પિટ, જ્યોર્જ ક્લૂની, જુલિયા રોબર્ટ્સ, મેટ ડેમન અને કેસી એફ્લેક જેવા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા.

20 સેકન્ડ્સમાં જ આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ.

20 સેકન્ડ્સમાં જ આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ.

1984થી 1991 સુધી આ કસીનોના ઈવેન્ટ મેનેજર તરીકે કામ કરનાર બર્ન ડિલ્લનનું કહેવું છે કે જે રીતે ટ્રમ્પ પ્લાઝા અને એટલાન્ટિક સિટીને સમગ્ર દુનિયાની સામે મૂકવામાં આવી એ અવિશ્વસનીય હતું. નોંધનીય છે કે આ પ્લાઝામાં પોપ સુપરસ્ટાર મેહોનાથી લઈને રેસલર હલ્ક હોગન, મ્યુઝિક લેજન્ડ કિથ રિચર્ડ્સ અને સુપરસ્ટાર એક્ટર જૈક નિકલસન જેવા લોકો પણ હાજર રહી ચૂક્યા છે.

ઈમારતનો કાટમાળ જ 8 ફ્લોર જેટલો ઊંચો હતો.

ઈમારતનો કાટમાળ જ 8 ફ્લોર જેટલો ઊંચો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here