રાજકોટની કોર્ટમાં સંજય દત્તનો કેસ યાદ કરાયો,ફિલ્મસ્ટારના ચુકાદાને ટાંકીને દલીલ, જામનગરના ભુમાફીયા જયેશ પટેલ ટોળકીએ જામીન અરજી કરી, સ્પેશિયલ કોર્ટે અરજી ફગાવી દીધી

0
349
  • ટાડા કેસમાં સંજય દત્તને મળેલા જામીનના ચુકાદાનો આધાર ગુજસીટોકના કેસમાં રાખી આરોપીઓએ અરજી કરી હતી
  • ગુજસીટોક એકટ હેઠળના સ્પેશિયલ પી.પી. તરીકે સંજયભાઈ વોરાને જવાબદારી સોંપવામાં આવી હતી.

ગુનેગારો અવારનવાર કોઈને કોઈ રીતે કાયદામાંથી છટકબારી શોધીને બચવાની કોશિષ કરતાં હોય છે પરંતુ ન્યાય તંત્રની જાગૃતતાથી આવા કેદીઓની પાયાવિહોણી રજુઆત પકડાય જાય છે. આવો જ એક બનવા રાજકોટ જિલ્લામાં બન્યો, જેમાં જામનગરના ભુમાફીયા જયેશ પટેલના પાંચ સાગરીતોએ ફિલ્મ સ્ટાર સંજય દત્તને ટાડા કેસમાં મળેલા જામીનના ચુકાદાને આધાર બનાવીને તેનાથી ગુજસીટોકના કેસમાં ડિફોલ્ટ બેઇલના સિદ્ધાંત હેઠળ જામીન મેળવવા અરજી કરી હતી જેને સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી છે.

ડી.આઈ.જી. સંદીપસિંહ દ્વારા 11 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
સમાજમાં અશાંતિ ફેલાવી, ધાક જમાવવી, ખંડણી અને જમીન કૌભાંડ કરતા શખ્સો સામે રાજય સરકાર દ્વારા કાયદામાં સુધારો કરી ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. જેને અનુલક્ષીને રાજકોટ રેન્જના ડી.આઈ.જી. સંદીપસિંહ દ્વારા જામનગરમાં જમીન કૌભાંડ, વકીલની હત્યા અને ખંડણી સહિત અનેક ગુનામાં સંડોવાયેલા તથા વિદેશમાં બેસીને જામનગરમાં ગેંગ ચલાવતા ભૂમાફીયા જયેશપટેલની ગેંગ સામે ગુજસીટોકનો કાયદાને ધ્યાને રાખીને તેની ગેંગના 14 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાંથી 11 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

સંજયભાઈએ આ સમગ્ર બનાવની વિગતવાર તપાસ કરી હતી.

સંજયભાઈએ આ સમગ્ર બનાવની વિગતવાર તપાસ કરી હતી.

સંજયભાઈએ આ સમગ્ર બનાવની વિગતવાર તપાસ કરી હતી
ગુજસીટોકના ગુનામાં જેલ હવાલે રહેલા યશપાલસિંહ જાડેજા, જશપાલસિંહ જાડેજા, જીગર અડતીયા, વસંત માનસતા અને નિલેશ ટોળીયાએ ફિલ્મ સ્ટાર સંજય દતને ટાડા કેસમાં મળેલા જમીનના ચુકાદા ઉપર આધાર રાખી રાજકોટની ખાસ ગુજસીટોક અદાલતમાં ડીફોલ્ટ બેઈલના સિધ્ધાંત હેઠળ જામીન અરજી કરી હતી.આ કેસમાં સરકાર તરફે ગુજસીટોક એકટ હેઠળના સ્પેશિયલ પી.પી. તરીકે સંજયભાઈ વોરાને જવાબદારી સોંપવામાં આવી હતી. અને સંજયભાઈએ આ સમગ્ર બનાવની વિગતવાર તપાસ કરી હતી.

રાજકોટની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટની ફાઈલ તસ્વીર

રાજકોટની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટની ફાઈલ તસ્વીર

૯૦ દિવસમાં ચાર્જશીટ રજુ ન થાય તો આરોપીઓને ડીફોલ્ટ બેઇલ મળવાપાત્ર નથી.
આ જમીન અરજી કરાયા બાદ રાજકોટની સ્પેશિયલ ગુજસીટોક કોર્ટે બંને પક્ષની રજૂઆતો અને દલીલોને ધ્યાને લઇ પાંચેય આરોપીઓની ડીફોલ્ટ બેઈલના સિદ્ધાંત હેઠળ કરેલી જામીન અરજી નામંજૂર કરતો આદેશ કર્યો છે. આ વિશે માહિતી આપતા સંજયભાઈ વોરાએ જણાવ્યું હતું કે, કાયદાની જોગવાઇ મુજબ પોલીસ તપાસના ૯૦ દિવસમાં ચાર્જશીટ રજુ ન થાય તો આરોપીઓને જામીન મળવાનો હક્ક અબાધીત છે પંરતુ જો પોલીસ તપાસની સમય મર્યાદા વધારવાની માંગણી કરે અને તે વધી જાય છે માટે આરોપીઓને ડીફોલ્ટ બેઇલ મળવાપાત્ર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here