વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર પેટા ચૂંટણી મોકૂફ રાખવા હાઈકોર્ટમાં PIL

0
99

કોરોના માટે કેન્દ્ર સરકારે અત્યાર સુધી લીધેલાં તમામ સાવચેતીના પગલાં પર પાણી ફરી વળશે: અરજદાર

અમદાવાદ. વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. કોરોનાના વધતા જતા કહેરના લીધે ચૂંટણી મોકૂફ રાખવા ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે. 

રાધનપુરના સામાજિક કાર્યકર ફરસુ ગોકલાણીએ હાઇકોર્ટમાં અરજી કરી છે. તેમા એવી રજૂઆત કરી છે કે, કેન્દ્ર સરકારે 29મી જૂને અનલૉક 2 જાહેર કરીને માર્ગદર્શિકા તૈયાર કરી છે તેમા પણ સામાજીક -રાજકીય મેળાવડા, ધાર્મિક સરઘસો, રેલીઓ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેને અનુલક્ષીને કોર્ટે રથયાત્રા પર પણ રોક લગાવી હતી. આ સંજોગોમાં ચૂંટણી યોજાશે તો મતદાન પ્રક્રિયા દરમિયાન અનેક લોકો કોરોનાનો શિકાર બને તેવું જોખમ છે. 

વર્તમાન સંજોગોમાં કોવિડ-19ના ટેસ્ટ સેન્ટર વધારવાની જરૂર છે મતદાન મથક નહીં. કોરોનાના સંક્રમણને વધતું રોકવાના સરકારના 3 મહિનાના પ્રયત્નો પર પાણી ફરી વળશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here