
પેટલાદ. કોરોના સંક્રમણના સમયમાં જો તમે માસ્ક નથી પહેર્યું તો તમે પેટલાદ શહેરના સૌથી મોટા વિલન છો! પેટલાદ નગરપાલિકાએ માસ્ક પહેરવા અંગે જાગૃતિ લાવવા અનોખો પ્રયાસ કર્યો છે. શહેરમાં જુદાં-જુદાં વિસ્તારોમાં હોર્ડિંગ્સ પર બોલીવુડના સૌથી મોટા વિલન મુગેમ્બો અને ગબ્બરસિંગના ફોટા મૂકીને લોકોને માસ્ક માટે ખાસ કહેવામાં આવ્યું છે.