ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર 2 ઈંચ, ઘોઘામાં 1 ઈંચ વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા

0
333
  • ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં
  • કપાસ અને મગફળીના પાકને ફાયદો થશે

ભાવનગર. ભાવનગરમાં એક દિવસના વિરામ બાદ આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. કડાકા ભડાકા સાથે ભાવનગરમાં ધોધમાર 2 ઈંચ અને ઘોઘામાં 1 ઈંચ વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ભાવનગરમાં અડધો કલાક કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને શહેરના માર્ગો પરથી પાણી ફરી વળ્યા હતાં. ધોધમાર વરસાદને લઈને વહેલી સવારે નોકરી-ધંધા પર જતા લોકો અટવાયા હતા. આ સાથે જ રસ્તા પર પાણી ભરાય જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા અને પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થતા ગરમીથી ત્રસ્ત લોકો ખુશ થયા હતા. 

શહેરીજનોએ વરસાદમાં મોજ માણી
અસહ્ય ગરમી અને બફારાને કારણે શહેરીજનો અકળાયા હતા. ત્યારે વરસાદ વરસતા લોકો ન્હાવા માટે રસ્તા પર નીકળ્યાં હતા. તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. વરસાદથી ખેડૂતોએ વાવેલી મગફળી અને કપાસના પાકને ફાયદો થશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here