ગોંડલ શહેર ભાજપ પ્રમુખપદે ચંદુભાઈ દુધાત્રા: પરવાડિયા મહામંત્રી

0
399

ગોંડલ શહેર ભાજપનાં હોદેદારોની નિમણુક કરાઈ છે. ગોંડલ શહેરની મંડળ સંરચના મંડલ સંકલન સમિતિમાં તેમજ જિલ્લા સંકલન સમિતિમાં નકકી થયા મુજબ શહેર/ મંડલની રચના જાહેર કરતા પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા, મહામંત્રી અશોકભાઈ પરવાડીયા, ઉપેન્દ્રસિંહ ચુડાસમાને  જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, અધ્યક્ષ ડી. કે. સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા, કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, સંરચના અધિકારી માધાભાઈ બોરીચા, જિલ્લા સહ-સંરચના અધિકારી પ્રવિણભાઈ માંકડિયા, ભાનુબેન બાબરીયાએ અભિનંદન પાઠવ્યા હતા. જેમાં ચંદુભાઈ ગોવિંદભાઈ દુધાત્રા પ્રમુખ, અશોકભાઈ મનહરભાઈ પરવાડીયા મહામંત્રી, ઉપેન્દ્રભાઈ વિક્રમસિંહ ચુડાસમા મહામંત્રી વડાળા, અશોકસિંહ ગંભીરસિંહ જાડેજા ઉપપ્રમુખ, રમેશભાઈ ચંદુભાઈ મહેતા, પ્રવિણભાઈ ઓધડભાઈ રૈયાણી, હંસાબેન મહેન્દ્રભાઈ બાવળીયા, હંસાબેન લલીતભાઈ ફીનાવા, કિશોરભાઈ કેશુભાઈ ધડુક ઉપપ્રમુખ તરીકે વરાયા છે.

મંત્રીઓમાં દિવ્યેશભાઈ કાનજીભાઈ સાવલિયા, સુરેશભાઈ જીવરાજભાઈ ભાલોડી, સંજીવભાઈ રમણીકભાઈ ધીણોજા, જેન્તીભાઈ  ઘુસાભાઈ સાટોડીયા, ક્રિષ્નાબેન બીપીનભાઈ નિમાવત, રશ્મીબેન અનીલભાઈ ચાવડા તથા વિનયભાઈ બાબુભાઈ રાખોલીયા કોષાધ્યક્ષ તરીકે વરાયા છે.