ગોંડલ શહેર માં શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ ગોપાલભાઈ ભુવા ના ધર્મપત્ની ખુશ્બુબેન ગોપાલભાઈ ભુવા કે જે ગોંડલ નગરપાલિકા વોર્ડ નંબર – ૮ ભાજપ ના ઉમેદવાર તરીકે ચૂંટાયા છે.

ગોંડલ નગરપાલિકા ના વોર્ડ નંબર – ૮ ના ભાજપ ના 4 ઉમેદવારો કે ખુશ્બૂબેન ગોપાલભાઈ ભુવા, પ્રકાશભાઈ સાટોડીયા, મનીષભાઈ ચનીયારા, રંજનબેન ધીરુભાઈ સરધારા, વોર્ડ નંબર – ૮ ના ઉમેદવાર કે જેઓ ડીજીટલ પ્રચાર માં જોડાયા છે તેઓ વોર્ડ નં 8 માં રહેતા લોકો ના મોબાઈલ નંબર પર ટેક્સ મેસેજ, અને ફોન કરી ને સભા યોજાવાની છે અને જે તે મતદારો એ ક્યાં મતદાન કરવાનું છે તેમનું સરનામું પણ મોબાઈલ માં ટેક્સ મેસેજ કરી ને જાણ કરવામાં આવે છે અને વોર્ડ નં – ૮ ભાજપ ના ઉમેદવારો ને મત આપી વિજય બનાવો અને ક્યાં ક્યાં નંબર ના બટન દબાબાવવા તે પણ માહિતી આપના મોબાઈલ માં મેસેજ કરી ને જણાવે છે અને સ્થાનિક લોકો ને વોર્ડ નં – ૮ ના કોઈ પ્રશ્નો હોઈ તો તમને પૂછવામાં આવે છે અને તે પ્રશ્નો ને લખવામાં આવે છે અને ચૂંટણી પુરી થયા પછી તે વૉર્ડ નં – ૮ ના પ્રશ્નો નું નિરાકરણ કરશે.
