પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડ 112 રનમાં ઓલઆઉટ, સ્પિનર જોડીએ કમાલ કરી, અક્ષર પટેલે 6 વિકેટ અને અશ્વિને 3 વિકેટ ઝડપી

0
89
  • ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને બેટિંગ લીધી, ભારતની ટીમમાં સિરાજની જગ્યાએ બુમરાહનો સમાવેશ, સુંદરને બેટિંગના લીધે કુલદીપની જગ્યાએ સ્થાન મળ્યું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટ રમાઈ રહી છે. આ ટેસ્ટ ડે-નાઈટ છે જે પિંક બોલથી રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. ઈંગ્લેન્ડનો પ્રથમ ઈનિંગમાં ધબડકો થયો છે. 112 રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. અક્ષર પટેલે 6 વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિને 3 અને ઈશાંતે 1 વિકેટ ઝડપી છે.

ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ

પ્રથમ બેટિંગ કરતા ત્રીજી ઓવરમાં 2 રન પર ઈંગ્લેન્ડની પ્રથમ વિકેટ પડી હતી. ઇશાંતે ડોમ સિબલેને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી છે. સિબલે શૂન્ય રને ઇશાંતની બોલિંગમાં સ્લીપમાં રોહિત શર્મા દ્વારા કેચ આઉટ થયો. જોની બેરસ્ટો ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો.

વિકેટ પડવાનો ક્રમ
પ્રથમ વિકેટ 1 રન પર, ડોમ સિબલી- શૂન્ય રન.
બીજી વિકેટ 27 રન પર, જોની બેયરસ્ટો- શૂન્ય રન.
ત્રીજી વિકેટ 74 રન પર, જો રૂટ- 17 રન.
ચોથી વિકેટ 80 રન પર, જેક ક્રાઉલી- 53 રન.
પાંચમી વિકેટ 81 રન પર, ઓલી પોપ- 1 રન.
છઠ્ઠી વિકેટ 81 રન પર, બેન સ્ટોક્સ- 6 રન.
સાતમી વિકેટ 93 રન પર, જોફ્રા આર્ચર- 11 રન.
આઠમી વિકેટ 98 રન પર, જેક લીચ-3 રન.
નવમી વિકેટ 105 રન પર. સ્ટુઅર્ટ બ્રોડ-3 રન.
10મી વિકેટ 112 રન પર. બેન ફોક્સ-12 રન.

પટેલ પાવર: બેરસ્ટો શૂન્ય રને આઉટ
અક્ષર પટેલની બોલિંગમાં ફોરવર્ડ ડિફેન્સ કરવા જતા જોની બેરસ્ટો ખોટી લાઈનમાં રમ્યો હતો. બોલે પેડને કિસ કરી અને અમ્પાયરે LBW આઉટ આપ્યો. જોનીએ રિવ્યુ લીધો પરંતુ અમ્પાયરના નિર્ણયને ફેરવી શક્યો નહિ. ઇંગ્લેન્ડે 1 રિવ્યુ ગુમાવ્યો છે.

74 રને ઈંગ્લેન્ડની ત્રીજી વિકેટ પડી છે. રવિચંદ્રન અશ્વિને ઇંગ્લિશ કેપ્ટન જો રૂટને પેવેલિયન ભેગો કર્યો છે. રૂટ 17 રને અશ્વિનની બોલિંગમાં LBW થયો છે. 25મી ઓવરમાં 80 રન પર ચોથી વિકેટ પડી છે. ક્રાઉલી 53 રન બનાવી આઉટ થયો છે.

ટર્ન થયો એ નહિ, સીધો રહ્યો એ બોલે વિકેટ ઝડપી
અક્ષર પટેલે સુંદર બોલિંગ કરતા ઝેક ક્રોલેને LBW કર્યો. ઇનિંગ્સની 25મી ઓવરમાં અક્ષરનો ત્રીજો બોલ શાર્પ ટર્ન થયો હતો. ક્રોલે બીટ થયો હતો. એ પછીના બોલે ક્રોલે સ્પિન માટે રમ્યો પરંતુ બોલ એંગલ સાથે સીધો આવ્યો. અક્ષરની મેચમાં બીજી વિકેટ. ક્રોલેએ 84 બોલમાં 10 ફોરની મદદથી 53 રન કર્યા.

અમ્પાયર્સ કોલે ક્રોલેને બચાવ્યો:
ઝેક ક્રોલે 52 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે અશ્વિનનો બોલ તેના પેડને અડયો હતો. DRS લેવામાં માત્ર 2 સેકન્ડનો સમય બાકી હતો ત્યારે કોહલીએ રિવ્યૂ લીધો. પીચિંગ ઇન લાઈન. ઈંપેક્ટ ઇન લાઈન. હિટિંગ અમ્પાયર્સ કોલ. ક્રોલે જીવંત રહ્યો. અમ્પાયર્સ કોલ હોવાથી ભારતે રિવ્યૂ નથી ગુમાવ્યો.

પ્રથમ સેશનમાં સ્પિન અને બાઉન્સ
ઇંગ્લિશ બેટ્સમેનને ટેસ્ટના પ્રથમ દિવસે અનઇવન બાઉન્સ અને સ્પિને હેરાન કર્યા. તેમનો ટોસ જીતવાનો એડવાન્ટેજ જતો રહ્યો છે. અક્ષર અને અશ્વિનના અમુક બોલ વધારે પડતા ઉછળી રહ્યા છે. ક્રિકેટિંગ ક્લિશેમાં કહેવાય એમ ઝીપ ઓફ ધ વિકેટ. બોલ ઇઝ બાઇટિંગ ધ સરફેસ. જે રીતે પિચ પર માટી ઉડી રહી છે, અને રફ પેચીસ બની રહ્યા છે, એક વસ્તુ નક્કી છે, મેચ પાંચમા દિવસ સુધી નહિ જાય.

ઈંગ્લેન્ડ 3 પ્રકારના પિંક બોલથી ટેસ્ટ રમનાર ટીમ બની છે. ઘર આંગણે કોહલી સૌથી સફળ કેપ્ટન બની શકે છે. ભારતની ટીમમાં મોહંમદ સિરાજ અને કુલદીપ યાદવની જગ્યાએ જસપ્રીત બુમરાહ અને વી. સુંદરનો સમાવેશ. સુંદરને બેટિંગના લીધે કુલદીપની જગ્યાએ સ્થાન મળ્યું છે.

ભારત માટે અક્રોસ ફોર્મેટ સૌથી વધુ વિકેટ:
953 : અનિલ કુંબલે
707 : હરભજન સિંહ
687 : કપિલ દેવ
598 : રવિચંદ્રન અશ્વિન
597 : ઝહીર ખાન

ડે-નાઈટ ટેસ્ટમાં સ્પિનર દ્વારા શ્રેષ્ઠ દેખાવ:

* 8/49 દેવેન્દ્ર બિશુ v પાકિસ્તાન દુબઇ 2016/17 * 6/38 અક્ષર પટેલ v ઇંગ્લેન્ડ અમદાવાદ 2020/21 * * 6/184 યાસિર શાહ v શ્રીલંકા દુબઇ 2017/

બન્ને ટીમ:

  • ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, રહાણે, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહ.
  • ઈંગ્લેન્ડ: ડોમ સિબલી, જેક ક્રાઉલી, જોની બેયરસ્ટો, જો રૂટ, બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ, જોફ્રા આર્ચર, જેક લીચ, સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસન.

ઈશાંતની ટેસ્ટ કેરિયરની 100મી ટેસ્ટ
આ ટેસ્ટ ભારતના ઝડપી બોલર ઈશાંત શર્માની કેરિયરની 100મી ટેસ્ટ છે. આ સિદ્ધિ મેળવનાર ઈશાંત ભારતનો બીજો બોલર છે. આ પહેલા કપિલ દેવે 131 ટેસ્ટ રમી હતી. 18 વર્ષની ઉંમરમાં ડેબ્યુ કરનાર ઈશાંત રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીના સુકાનીપદ નીચે રમી ચૂક્યો છે. તેણે દ્રવિડના સુકાની પદ હેઠળ 25 મે 2007માં બાંગ્લાદેશ સામે ડેબ્યુ કર્યું હતું.

LED લાઇટ્સ કોહલી માટે ચિંતાનો વિષય
ટોસ વખતે વિરાટ કોહલીએ કહ્યું કે, ઓરેન્જ સીટ્સ હોય ત્યારે પિન્ક બોલ સ્પોટ/પિક કરવામાં વાંધો નહિ આવે. જોકે, મને ચિંતા LED લાઇટ્સની છે. IPL દરમિયાન આવી લાઇટ્સમાં જ રમ્યા હતા. વિશ્વાસ છે કે, બોયઝ જલ્દી એડજસ્ટ થઈ જશે.

ભારતે પોતાની ટીમમાં 3 સ્પિનર્સ- રવિ અશ્વિન, અક્ષર પટેલ અને વી. સુંદરને સ્થાન આપ્યું છે. જ્યારે ઇંગ્લિશ ટીમ જેક લિચના રૂપમાં એકમાત્ર મુખ્ય સ્પિનર સાથે મેદાને ઉતરશે. તેવામાં બંને ટીમ પિચને અલગ રીતે રીડ કરી રહી છે. ઇંગ્લિશ ટીમે ફાસ્ટ બોલિંગ પર ભાર આપ્યું છે, જ્યારે ઇન્ડિયન ટીમનું સિલેક્શન કહે છે કે તેમને વિશ્વાસ છે, પિચ જલ્દી તૂટવા લાગશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here