ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ મોહનભાઈ ડાભી નો આજે જન્મદિવસ છે. તા. ૨૪/૦૭/૧૯૭૦માં જન્મેલા ચંદુભાઈ ડાભી જીવન સફરના 50 વર્ષ પૂર્ણ કરી 51માં વર્ષમાં પ્રવેશી રહ્યો છે. જાહેર જીવનના સંસ્કાર અને પ્રેરણા ગણ ગૂંથીમાં જ મળ્યા હોય તેમ નાની વયથી જ જાહેર જીવનમાં પ્રવેશી ગોંડલ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ બની ગુજરાત ભરમાં નોંધનીય સંગઠન ઉભુ કર્યું હતું. નગરપાલિકામાં બાંધકામ શાખાના ચેરમેન તરીકે સેવા શહેરના વિકાસની ગાડી દોડતી કરી હતી અને હાલ પાલિકાના સદસ્ય તરીકે પણ સેવા આપી રહ્યા છે કોરોના મહામારી ના lockdown ના કપરા સમયે પણ રાહત રસોડા શરૂ કરી ભૂખ્યાઓને જઠરાગ્નિ તૃપ્ત કરવામાં સિંહફાળો આપ્યો હતો આવા ચંદુભાઇ ડાભી ને પોતાના મોબાઈલ નંબર 9979241555
તેમજ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ નો ધોધ મળી રહ્યો છે