દુનિયામાં સૌથી વધુ ક્રિકેટ સ્ટેડિયમ ભારતમાં, પરંતુ એક પણ ક્રિકેટરના નામે નહીં; બે સ્ટેડિયમ હોકી ખેલાડીઓનાં નામ પર

0
169

ગુજરાતના અમદાવાદમાં દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ શરૂ થઈ ગયું છે. 24 ફેબ્રુઆરી અગાઉ સુધી તેને સરદાર પટેલ સ્ટેડિયમ કે મોટેરા સ્ટેડિયમના નામથી ઓળખવામાં આવતું હતું, પરંતુ હવે તેનું નામ બદલીને ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરી દેવાયું છે. સ્ટેડિયમનું નામ બદલવા પર કોંગ્રેસે મોરચો ખોલી દીધો છે. જો કે, શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધુ ક્રિકેટ સ્ટેડિયમ ભારતમાં છે, પરંતુ કોઈપણ ક્રિકેટરના નામે નથી. જી હા, આ સાચું છે. આ અંગે ડિટેલમાં વાત કરીશું, પણ પહેલા એ જાણી લઈએ કે સરકારે મોટેરાનું નામ કેમ બદલ્યું, જેના વિશે રાજનીતિ શરૂ થઈ ગઈ છે.

મોદીના નામ પર શા માટે રખાયું સ્ટેડિયમનું નામ?
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1.32 લાખ દર્શકો બેસી શકે છે. બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યુ. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ મોદીજીનો ડ્રીમ પ્રોજેક્ટ છે, તેથી અમે સ્ટેડિયમનું નામ વડાપ્રધાનના નામ પર રાખવાનો નિર્ણય કર્યો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કહ્યું કે આ સ્ટેડિયમનો કન્સેપ્ટ મોદીએ ત્યારે વિચાર્યો હતો જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. એ સમયે તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડન્ટ પણ હતા.

રાષ્ટ્રપતિએ સ્ટેડિયમમાં બનનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ભૂમિપૂજન પણ કર્યુ. તેનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ હશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ જ એન્ક્લેવનો એક હિસ્સો હશે. અહીં ક્રિકેટ સિવાય ફૂટબોલ, હોકી, બાસ્કેટબોલ અને ટેનિસ સહિત અન્યઅનેક રમત પણ રમાશે. નામની રાજનીતિઃ એક પણ સ્ટેડિયમ ક્રિકેટરના નામ પર નથી

દેશમાં નામ અંગે રાજનીતિ જૂની છે. સ્ટેડિયમ જ નહીં, અનેક માર્ગ, સ્થળ, ભવન, પાર્ક અને હોસ્પિટલ્સ પણ રાજનેતાઓનાં નામ પર રાખવામાં આવે છે. આ કામમાં તમામ રાજકીય પાર્ટીઓ આગળ છે. પરંતુ વાત હાલ ક્રિકેટ સ્ટેડિયમની કરીએ.

ક્રિકેટની શરૂઆત ઈંગ્લેન્ડથી થઈ, પરંતુ ત્યાં 23 ક્રિકેટ સ્ટેડિયમ જ છે. જ્યારે ભારતમાં 53 ક્રિકેટ સ્ટેડિયમ છે. આ દુનિયામાં સૌથી વધુ છે. જો કે, તેમાંથી માત્ર 24 સ્ટેડિયમમાં જ ઈન્ટરનેશનલ કે ડોમેસ્ટિક ક્રિકેટ રમવામાં આવી રહી છે.

આપણા દેશમાં કોઈપણ ક્રિકેટ સ્ટેડિયમ ક્રિકેટરના નામ પર નથી. તમામના નામ નેતાઓ, ઉદ્યોગપતિઓ, એડમિનિસ્ટ્રેટર્સના નામ પર રખાયા છે. બે ક્રિકેટ સ્ટેડિયમ એવા છે, જેના નામ ખેલાડીઓનાં નામ પર રખાયા છે. તેમાંથી એક ગ્વાલિયરનું કેપ્ટન રૂપસિંહ સ્ટેડિયમ છે અને બીજું લખનઉનું કે ડી સિંહ બાબુ સ્ટેડિયમ છે. દેશમાં બે હોકી સ્ટેડિયમ મેજર ધ્યાનચંદના નામ પર છે અને એક ફૂટબોલ સ્ટેડિયમ પૂર્વ ભારતીય કપ્તાન બાઈચુંગ ભૂટિયાના નામ પર છે.

મોદી 7મા વ્યક્તિ, જેમના જીવતેજીવ સ્ટેડિયમનું નામ રાખવામાં આવ્યું
વડાપ્રધાન મોદી કદાચ 7મા એવા વ્યક્તિ છે, જેમના જીવિત રહેતા જ કોઈ સ્ટેડિયમનું નામ તેમના નામ પર રખાયું છે. તેમના પહેલા નવી મુંબઈનું ડી વાય પાટિલ સ્ટેડિયમ, બેંગલુરુનું એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, ચેન્નઈનું એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ અને મોહાલીનો આઈએસ બિંદ્રા સ્ટેડિયમનું નામ પણ આ વ્યક્તિઓના જીવિત રહેતા જ રખાયા.

તેમના ઉપરાંત મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમનું નામ બોમ્બે (બંબઈ, પછી મુંબઈ)ના ગવ્રનર લોર્ડ બ્રેબોર્નના નામ પર રાખવામાં આવ્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમનું નામ પણ એસ કે વાનખેડે જીવિત હતા ત્યારે જ રખાયું હતું.

પૂર્વ વડાપ્રધાનોના નામ પર 16 સ્ટેડિયમ
દેશમાં ક્રિકેટ, ફૂટબોલ, હોકી, ટેનિસ અને તમામ રમતોનાં લગભગ 135 સ્ટેડિયમ છે. તેમાંથી 16 સ્ટેડિયમ એવા છે, જેમના નામ પૂર્વ વડાપ્રધાનોનાં નામ પર રખાયેલા છે. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના નામ પર 8 સ્ટેડિયમના નામ રાખવામાં આવ્યા છે. જ્યારે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના નામ પર 3-3 સ્ટેડિયમના નામ છે. લાલ બહાદુર શાસ્ત્રી અને અટલ બિહારી વાજપેયીના નામ પર એક-એક સ્ટેડિયમ છે.

આ ઉપરાંત 2019માં દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલીને અરૂણ જેટલી સ્ટેડિયમ કરી દેવાયું હતું.

સ્ટેટ ક્રિકેટ એસોસીએશનમાં પણ નેતાઓ અને બિઝનેસમેનનો દબદબો
જે રીતે ક્રિકેટ સ્ટેડિયમ્સના નામ કોઈ ક્રિકેટરના નામ પર નથી, એવી જ રીતે સ્ટેટ ક્રિકેટ એસોસીએશનમાં પણ ક્રિકેટર્સનો કોઈ ખાસ દબદબો નથી. રાજ્યોના ક્રિકેટ એસોસિએશનને જોઈએ તો તેમના પ્રેસિડન્ટ કોઈ બિઝનેસમેન કે કોઈ રાજનેતા જ મળશે.

જેમકે-રાજસ્થાન ક્રિકેટ એસોસીએશનના પ્રેસિડન્ટ છૈ વૈભવ ગેહલોત, જેઓ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર છે. ઉત્તરપ્રદેશ ક્રિકેટ એસોસીએશનના પ્રેસિડન્ટ હતા જે કે સિમેન્ટના મેનેજિંગ ડાયરેક્ટર યદુપતિ સિંઘાનિયા. સપ્ટેમ્બર 2020માં જ તેમનું નિધન થયું છે.

પંજાબમાં રજિન્દર ગુપ્તા છે, જે બિઝનેસમેન છે અને ટ્રાઈડન્ટ ગ્રૂપના ચેરમેન છે. બિહારમાં રાકેશ કુમાર તિવારી છે, જે બિહાર ભાજપાના કોષાધ્યક્ષ પણ છે. તમિલનાડુમાં બિઝનેસમેન એન. શ્રીનિવાસનના પુત્રી રૂપા ગુરૂનાથ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here