રાજકોટ : ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયા અને તેમની ટીમ દ્વારા કરાયેલ ડીમોલીશન

0
297

મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રૂ. ૯.૯૭ કરોડની ૨૪૯૪.૦૦ ચો.મી જમીન પરનું દબાણ હટાવાયું

વોર્ડ નં.૧રમાં ટાઉન પ્લાનીગ સ્કીમના અનામત પ્લોટમાં થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અને માર્ગદર્શન અનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયા દ્વારા આજે તા. ૨૬-૦૨-૨૦૨૧ ના રોજ ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેમાં ૨૪૯૪.૦૦ ચો.મી.ની અંદાજીત ૯.૯૭ કરોડની જમીન ખુલ્લી કરાવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.

આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના અધિકારી આસી. ટાઉન પ્લાનર આર. એન. મકવાણા, અજય એમ.વેગડ, એ. જે. પરસાણા તથા આસી. એન્જીનીયર, એડી. આસી. એન્જીનીયર, સર્વેયર, વર્ક આસીસ્ટન્ટ હાજર રહેલ, આ ઉપરાંત એસ.ડબલ્યુ.એમ. શાખા, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here