કોહલી પણ ગુજરાતીમાં બોલવા લાગ્યો- બાપુ તારી બોલિંગ કમાલ છે;આ સાંભળી હાર્દિક પંડ્યા પણ હસી પડ્યો

0
74

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં અક્ષર પટેલે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. તેના પ્રદર્શનથી વિરાટ કોહલી ઘણો પ્રભાવિત થયો છે. તેણે અક્ષર પટેલને ગુજરાતીમાં કહ્યું હતું કે બાપુ તારી બોલિંગ કમાલ છે. આ સાંભળી હાર્દિક પંડ્યા પણ હસી પડ્યો હતો.

અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યા અક્ષર પટેલનો ઈન્ટરવ્યુ લઈ રહ્યો હતો. બન્ને બીસીસીઆઈ ટીવી માટે આ ઈન્ટરવ્યુ કરી રહ્યા હતા. જેમા તેઓ નેરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને લઈને પોતાના અનુભવો શેર કરી રહ્યા હતા. સાથે ચાહકો અંગે પણ વાત કરી રહ્યા હતા. આ દરમિયાન વચ્ચે કેપ્ટન કોહલી આવી જાય છે અને કહેવા લાગે છે કે એ બાપુ તારી બોલિંગ કમાલ છે.

હાર્દિક પંડ્યા- અક્ષર પટેલના ઈન્ટરવ્યુના કેટલાક અંશો
હાર્દિક પંડ્યા: ટેસ્ટ ક્રિકેટ તો ઘણું સહેલું છે નહીં?
અક્ષર પટેલ: બધા લોકોએ પુછી લીધું કે ટેસ્ટ ક્રિકેટ સહેલું છે કે નહીં, પરંતુ જ્યારે ફુલટોસ બોલ પણ મીસ થઈ જાય ત્યારે ખ્યાલ આવે છે કે કેટલું સહેલું છે. મને લાગે છે કે આ બધી આત્મવિશ્વાસની વાત છે.

હાર્દિક: એક મિત્ર, ભાઈ અને ટીમ મેટ તરીકે તું જે રીતે રમી રહ્યો છે તેનું મને ગૌરવ છે. મને ઘણો આનંદ થયો. શું કહેવા માંગીશ, કેટલી મહેનત કરી, કોને શ્રેય આપીશ?
અક્ષર પટેલ: ત્રણ વર્ષથી હું ટીમની બહાર હતો, ત્યારે હું એજ વિચારતો હતો કે મારે રમતમાં છેના પર ધ્યાન આપવું જોઈએ. તો હું તેના પર મહેનત કરી રહ્યો હતો. જ્યારે તમે ટીમની બહાર હોવ ત્યારે ઘણા મિત્રો પુછતા રહેતા હતા કે તું કેમ નથી. તે આઈપીએલમાં સારું પ્રદર્શન કર્યું. ઈન્ડિયા-એમાં પણ સારું કર્યું. આ બધા પ્રશ્નો સામે આવ્યું ત્યારે મગજમાં એકજ વાત આવતી કે હું જે પણ રમી છે 100 પરસન્ટ રમીશ. યોગ્ય સમયની રાહ જોઈશ. આ ત્રણ વર્ષના સમયગાલામાં તમામ પરિવારજનો, મિત્રોએ મને ઘણી મદદ કરી છે, તેમા તુ (હાર્દીક) પણ આવે છે.

હાર્દિક: ઘરના માહોલ જેવા આ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં તને કેવું લાગે છે?
અક્ષર પટેલ:મોટેરામાં આ મારી પ્રથમ મેચ છે, તો મને સારું લાગે છે. સ્થાનિક લોકો તમને ચિયર કરે તો વધારે સારું લાગે છે.
હાર્દિકે વધુમાં કહ્યું હતું કે અક્ષરે જે પ્રકારે ડેબ્યુ કર્યું છે તેને લઈને મને પણ ગર્વ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here