ફૂલકાજળી કુમારિકાઓએ સોશિયલ ડીસ્ટન્સ સાથે પૂજા-અર્ચના કરી

0
382

જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનાની ત્રીજના કુમારિકાઓ દ્વારા ફૂલકાજડીનું વ્રત કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા સૌ પ્રથમ આ વ્રત કર્યું હતું. આથી યોગ્ય જીવનસાથી મળે તે માટે કુમારિકાઓ દ્વારા આ વ્રત કરવામાં આવે છે. શહેરમાં ગુરૂવારે કુમારિકાઓએ ભગવાન ભોળાનાથના મંદિરમાં ફૂલકાજડી વ્રતની પૂજા-અર્ચના કરી હતી. કોરોના મહામારીના કારણે કન્યાઓએ સોશિયલ ડીસ્ટન્સ સાથે પૂજા કરી હતી.

એહવાલ:સાગર સંઘાણી, જામનગર