જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધતા શ્રાવણી મેળા નહીં યોજાય: સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય

0
323

મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં જુદા જુદા કામના રૂ.65.34 કરોડના ખર્ચને મંજૂરી

આરોગ્ય શાખાના આઉટડોર કર્મીઓના માસિક પેટ્રોલ એલાઉન્સને મંજૂરી, 1.92 કરોડના ખર્ચે નવા 6 ડીજી સેટ ખરીદાશે

જામનગરમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધતા આ વર્ષે શ્રાવણી મેળા નહીં કરવાનો નિર્ણય જામનગર મહાનગર પાલિકાની સ્થાયી સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે. જામનગરમાં પ્રતિવર્ષ મહાનગર પાલિકા દ્વારા શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ કોરોના વાયરસના બીમારીને ધ્યાને લઈને આ વર્ષે મેળા મુલતવી રાખવામાં આવ્યા છે.બેઠકમાં જુદા જુદા કામના રૂ.65.34 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

જામ્યુકોની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક ગુરૂવારે ચેરમેન સુભાષ જોશીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં શહેરમાં કોરોનાએ માઝા મૂકતા શ્રાવણી મેળા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તદઉપરાંત 6 નવા ડી.જી. સેટ ખરીદવા રૂ.1.92 કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.સમર્પણ તથા મહાપ્રભુજી ઈ.એસ.આર. હેઠળના આંતરિક પાઈપલાઈન નેટવર્ક ૧૦ અંતર્ગત ૧૦૦એમએમ ડાયાથી ૬૦૦ એમએમ ડાયા સુધીની ડી.આઈ. કે.ઈ પાઈપ લાઈન તથા સંલગ્ન માલ-સામાન સપ્લાય અને લેબર વર્કના કામ અંગેની કમિશ્નરની દરખાસ્ત અન્વયે રૂ. 15.99 કરોડ, ગોકુલનગર ઈ.એસ.આર. હેઠળના વિસ્તાર માટે રૂ. 18.60 કરોડ અને નવાગામ ઘેડ તથા ગુલાબનગર ઈ.એસ.આર. હેઠળના વિસ્તારના કામ માટે રૂ.13.62 કરોડ મંજૂર કરાયા હતાં. સત્યમ કોલોનીમાં કેનાલ ઉપર એપ્રોચ રોડ બનાવવા માટેરૂ.43.12 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો. શહેરી વિસ્તારમાં વૃક્ષોના ટ્રીમીંગ કરવા મશીન મશીન સપ્લાય માટે રૂ.22.38 લાખ, લાઈટ શાખા માટે નવું હાઈડ્રોલીક ટાવર લેડર મશીન ખરીદવા માટે રૂ.22.10 લાખ, વોર્ડ નં. ૫, ૯, ૧૩ અને ૧૪મા ટ્રાફિક વર્કસના કામ માટેરૂ. 5 લાખ, મહાપ્રભુજી બેઠક તથા બેડી ઈ.એસ.આર. ટેન્કર મારફત પાણી વિતરણ કરવા માટે વાર્ષિકરૂ.62.40 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.

અહેવાલ:સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here