સિહોરના નેસડા ફાટક પાસે પરપ્રાંતીય યુવાન ટ્રેન અડફેટે ચડતા ઘટનાસ્થળે જ મોત

0
275

યુવક ટ્રેઇનના એન્જીન સાથે અથડાયો હતો

ભાવનગર. ભાવનગરના ધોળા ટ્રેઈન માર્ગ પર સિહોરના નેસડા ફાટક પાસે એક વ્યક્તિ ટ્રેઈન સાથે અકસ્માતે અથડાયો હતો. આથી ગંભીર ઇજા સાથે ઘટનાસ્થળે તેનું મોત નીપજ્યું હતું. મુકેશસિંહ પ્રહલાદસિંહ નામનો પરપ્રાંતીય યુવક ટ્રેઇનના એન્જીન સાથે અથડાયો હતો અને મોતને ભેટ્યો હતો. આ બનાવના પગલે રેલવે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી

ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા
યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતકના ખિસ્સામાં રહેલા ચૂંટણીકાર્ડના આધારે ઓળખ મેળવ્યા બાદ પોલીસ પિરવારજનોનો સંપર્ક કર્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here