જામનગરમાં આજથી કોવિડવેક્સિનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ, 11 UHC સેન્ટર પર વેક્સિનેશન કરાશે

0
61

સરકારી હોસ્પિટલમા નિઃશુલ્ક રસી આપવામા આવશે
ખાનગી હોસ્પિટલમાં એક ડોઝનો 250 રૂ. ચાર્જ વસુલાશે

આજથી દેશભરમાં કોવિડ રસીકરણના ત્રીજા તબક્કાનો પ્રારંભ થયો છે. ત્યારે જામનગરમાં પણ ત્રીજા તબક્કાનું રસીકરણ શરૂ કરવામા આવ્યું હતું.

જામનગરમાં આજથી 60 વર્ષથી વધુ ઉંમરના અને ગંભીર બીમારી ધરાવતાં 45 થી 59 વર્ષના લોકોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામા આવી છે. જામનગરમાં સરકારી કેન્દ્રો પર વિનામૂલ્યે રસી આપવામાં આવશે.. જયારે 6 ખાનગી હોસ્પિટલોમાં પણ રસીકરણ કરાશે.. જેના એક ડોઝની કિંમત રૂ.250 લેવાશે. જેમાં મહતમ રૂા.100 વહીવટી ચાર્જ તથા રૂા.150 વેકિસનનો ચાર્જ લેવામાં આવશે.

જામનગરમાં સ્પંદન હોસ્પિટલ એન્ડ ક્રીટીકલ સેન્ટર, બરોડા હાર્ટ ઇન્સ્ટીટયુટ, આણદાબાવા કીડની ડાયાલીસીસ, જામનગર ક્રીટીકલ કેર સેન્ટર, ફલીયા હોસ્પિટલ અને ગોકુલ ન્યુટેક મેડીકેર નામની ખાનગી હોસ્પિટલમાં પણ સામાન્ય નાગરિકો કે જેઓની ઉંમર 60 વર્ષથી વધુ છે અને ગંભીર બીમારી ધરાવતાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવશે. જેના માટે ચાર્જ વસુલવામાં આવશે.

●11 UHC અને જીજી હોસ્પિટલમાં પણ રસીકરણ કરાશે.

આ ઉપરાંત જામનગર શહેરમાં 11 UHC અને જીજી હોસ્પિટલમાં પણ રસીકરણ કરાશે. આ રસી તમામ સરકારી આરોગ્ય કેન્દ્રમાં નિ:શુલ્ક રહેશે તથા ખાનગી હોસ્પિટલોમાં મહતમ રૂા.100 વહીવટી ચાર્જ તથા રૂા.150 વેકિસનેશન ચાર્જ લેવામાં આવશે.

ત્રીજા ફેઝમાં કોને આપવામા આવશે રસી?સરકારની ગાઈડલાઈન મુજબ ત્રીજા ફેઝમાં 60 વર્ષથી મોટી ઉમરના લોકો અને 45 વર્ષથી 59 વર્ષની ઉમર હોય અને ગંભીર બિમારી ધરાવતા હોય તેવા લોકોને રસી આપવામા આવશે.ગંભીર બીમારીવાળા લોકો માટે ડોક્ટરનું પ્રમાણપત્ર જરૂરી રહેશે.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here