મધ્ય પ્રદેશના ખંડવા લોકસભા સીટના ભાજપના સાસંદ નંદકુમાર સિંહ ચૌહાનનું આજે નિધન

0
51
મધ્ય પ્રદેશના ખંડવા લોકસભા સીટના ભાજપના સાસંદ નંદકુમાર સિંહ ચૌહાનનું આજે ગુરુગ્રામ મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું છે.
  • પહેલા નંદકુમાર સિંહને ભોપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
  • એક  મહિના પહેલા મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા
  • પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ 

નંદકુમાર સિંહને ભોપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

11 જાન્યુઆરીએ કોરોના પોઝિટિવ  આપ્યા બાદ 68 વર્ષીય નંદકુમાર સિંહને ભોપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત વધારે ખરાબ હોવાથી તેમને એક  મહિના પહેલા મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ 

ભાજપના સાંસદના નિધન  પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું કે ખંડવાથી લોકસભા સાંસદ નંદકુમાર સિંહ ચૌહાનના નિધનથી દુઃખી છું. તેમણે મધ્ય પ્રદેશમા  ભાજપને મજબૂત કરવામાં સંગઠનાત્મક કૌશલ અને પ્રયાસો માટે યાદ કરવામાં આવશે. તેમના પરિવારના પ્રત્યે સંવેદના.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here