ઉદયપુરવાસીઓ કોરોનાથી મુક્તિ માટે નીલકંઠ મહાદેવનાં શરણે

0
423

હોલેન્ડ અને કોલમ્બિયાનાં સુંદર પુષ્પો દ્વારા થશે નીલકંઠ મહાદેવનો શણગાર, શહેરનાં પ્રખર શિવ ભક્ત લવ શ્રીમાળી તથા લક્કી ફ્લાવર દ્વારા ભવ્ય આયોજન

તા.૨૪,ઉદયપુર: કોરોના સંક્રમણથી બચવા માટે સવા લાખ મહામૃત્યુંજય મંત્રનાં જાપ અને હવનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ આયોજન યુઆઈટી સર્કલ પાસે આવેલા નીલકંઠ મંદિરે આ સમગ્ર આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે આ સમગ્ર કાર્યક્રમનું પ્રસારણ ઘરે બેઠા ફેસબુક પર જોઈ શકાશે.

ઉદયપુર શહેરનાં લવ શ્રીમાળી, ગૌરવ માળી તથા તેમની ટીમ દ્વારા આગામી ૨૭,જુલાઈનાં રોજ પવિત્ર શ્રાવણ માસનાં ચોથા સોમવારનાં રોજ સવારે 6 વાગ્યાથી મહાયજ્ઞ યોજાશે. કાર્યક્રમ વિષે વિગતે વાત કરતા ગૌરવ માળીએ જણાવ્યું હતું કે, નીલકંઠ મહાદેવ મંદિર અને દેવોના દેવ મહાદેવની શિવલિંગને હોલેન્ડ અને કોલમ્બિયાથી આવેલા ખાસ પુષ્પો દ્વારા શણગારશે. ઉપરાંત લાવ શ્રીમાળીએ જણાવ્યું હતું કે, ૨૬ જુલાઈથી મહાયજ્ઞ સાથે મહામૃત્યુંજય મંત્રનાં પાઠ પણ શરુ થશે જે ૨૭ જુલાઈ સુધી શરુ રહેશે.

જેમાં સવા લાખ મંત્રોનો જાપ કરવામાં આવશે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મંત્રોચ્ચાર સાથે વિશ્વને કોરોનાથી બચાવવા માટે ભવાન શિવને વિનંતી પણ કરવામાં આવશે. તથા સમગ્ર મહાયજ્ઞ સાથે મહાપ્રસાદણી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત હાલમાં સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોનાની મહામારીને ધ્યાને લઈને ભક્તોને તેમના ઘર-આંગેને જ પ્રસાદ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

(અહેવાલ: રાહુલ શર્મા, ઉદયપુર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here