એકલા જ આવ્યા વનમાં એકલાજ જવાના આ સંસારનો નિયમ છે પરંતુ આજે આપણે જેમની વાત કરવાના છીએ એ દાદા પણ એકલા જ છે એમના જન્મ થી , કારણ કે યુવાની અનાથ આશ્રમમાં અને બુઢાપો એક કોટડીમાં…. ત્યારે આ ગીત એટલા માટે યાદ આવે કે એકલાજ આવ્યા વનમાં એકલાજ જવાના….
રંગીલા રાજકોટમાં એકલા જ 80 વર્ષ વિતાવનાર આ દાદા પાસે વાત કરવા માટે કોઈ નથી,હૂંફ આપવા માટે પરીવાર નથી.પરંતુ હિંમત ખૂબ છે કારણ કે 25 વર્ષ સુધી નું જીવન વીત્યું અનાથ આશ્રમમાં અને બાકીનું એક કોટડીમાં જ્યા નથી તેની સાથે કોઈ વાત કરવા વાળું, નથી કોઈ ખવડાવવા વાળું ,નથી કોઈ સંભાળ કરવા વાળું, છે તો માત્ર દાદા અને તેની એકલતા…
80 વર્ષની ઉંમરે પણ દાદા ક્યાંય કોઈ ની પાસે હાથ લાંબો નથી કરતા પરંતુ મહેનત અને ઈમાનદારીથિ પાવ વેંચી ને ગુજરાન ચલાવે છે રાજકોટના આ દાદા સૂર્યકાન્ત હોટલની સામે સાંજે મગ,શિંગ અને લીલી ચટણી વાળું ટેસ્ટી પાવ વેંચી ઘર ચલાવે છે,આ દાદાનું પાવ એની મહેનત અને એની કહાની જેટલું જ મીઠું લાગે છે…તમે પણ ક્યારેક આ રોડ પર નીકળો તો દાદાનું પાવ ના ભૂલતા કારણ કે. એકલતા ની સાથે સાથે આજના લોકોને મહેનત અને ઇમાનદારીનો પાઠ પણ મળે છે.
આવી પ્રેરણાત્મક કહાનીઓ આપનાં સુધી પહોંચતી રહે તે માટેનો અમારો આ એક નમ્ર પ્રયાસ છે.