ગોંડલ એસ ટી ડેપો ખાતે ઉકાળા વિતરણ નું આયોજન કરાયું.

0
434

ગોંડલ એસ ટી ડેપો ખાતે જનસેવા ગ્રુપ દ્વારા ઉકાળા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ગોંડલ મા દિનપ્રતિદિન કેસ મા વધારો થતો જાય છે ત્યારે લોકો ની સાવચેતી રૂપે તેમજ બહાર થી આવતા લોકો ને પણ લાભ મળે તે હેતુ થી જાહેર સ્થળ મનાય અને સૌથી વધુ મુસાફરો અવર જવર કરતા હોય ત્યારે કોરોના નો ભય હોય છે ત્યારે જનસેવા ગ્રુપ દ્વારા મુસાફરો ના સ્વાસ્થ્ય ની કાળજી માટે એસ ટી બસ સ્ટેન્ડ ખાતે ઉકાળા વિતરણ નું આયોજન જનસેવા ગ્રુપ ના પ્રમુખ બંટીભાઈ ભુવા, ઉપપ્રમુખ મહેશભાઈ વાડોદરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ડેપો મેનેજર જે આર અગ્રાવત, યુવા આગેવાન કુલદીપસિંહ જાડેજા સહિત મોટી સંખ્યા મા મુસાફરો એ આ ઉકાળા વિતરણ નો લાભ લીધો હતો.