GujaratBudget2021: માછીમારોને હાઇસ્પીડ ડીઝલ ઓઇલ પર વેટ માફી યોજનાનો લાભ આપવા 150 કરોડની જાહેરાત

0
43

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાન નીતિન પટેલે નવમી વખત 2021-22ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના પછી પ્રથમ વખત 2.27 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું છે. દરિયાઈ વિસ્તારનાં 10 હજાર માછીમારોને હાઇસ્પીડ ડીઝલ ઓઇલ પરની વેટ માફી યોજનાનો લાભ આપવા માટે રૂ. 150 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.  

નવાબંદર, માઢવાડ, વેરાવળ, પોરબંદર અને સુત્રાપાડા મત્સ્ય બંદરોનો વિકાસ તથા કુદરતી આફતો સામે બોટ પાર્કિંગ સુવિઘાઓ, મત્સ્ય પકડાશના સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા રૂ.97 કરોડની જોગવાઈ,દરિયાકાંઠાના વિસ્તારના માછીમારોને ઓ.બી.એમ. મશીનની ખરીદી ઉપર સહાય આપવા રૂ. 15 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ચોરવાડ અને ઉમરસાડી વિસ્તારમાં મત્સ્ય ઉતરાણ માટે ફલોટીંગ જેટી બનાવવા રૂ. 5 કરોડની જોગવાઇ, માછીમાર ભાઈઓને જમ્બો પ્લાસ્ટિક કેટ તથા મેન્યુઅલ મટિરિયલ હેન્ડલીંગ સ્ટેકર ખરીદી ઉપર સહાય આપવા માટે રૂ. 3 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જળાશયોમાં કેજ કલ્ચરની આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી મત્સ્ય ઉત્પાદનમાં વઘારો કરવા માટે સહાય આપવાની યોજના હેઠળ રૂ. 2 કરોડની જોગવાઇ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here