Gujarat Budget 2021: આગામી 5 વર્ષમાં 2 લાખ યુવાનોની નવી ભરતી કરશે

0
58

ગાંધીનગરઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાન નીતિન પટેલે નવમી વખત 2021-22ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના પછી પ્રથમ વખત 2.27 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું છે. વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, ગુજરાત સરકાર આગામી પાંચ વર્ષમાં બે લાખ યુવાનોની નવી ભરતી કરશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓમાં, બોર્ડ કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 2 લાખ યુવાનોની ભરતી આગામી પાંચ વર્ષમાં કરાશે. અલગ-અલગ સેકટરમાં આગામી પાંચ વર્ષમાં 20 લાખ યુવાનોને રોજગારીની તકો ઉભી કરાશે.

નાણામંત્રી નીતિન પટેલએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને ગ્લોબલ ટુરીસ્ટ ડેસ્ટિનેશન તરીકે નામના મળી છે. વિશ્વના સૌથી પ્રસિદ્ધ 100 પ્રવાસન સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ વર્લ્ડ ફેમસ ટાઇમ મેગેઝીન દ્વારા કરવામાં આવેલ છે. શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની 7મી અજાયબીનો દરજ્જો આપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here