સુરત:સચિનમાં દિવાલ પર લટકતી બેગમાં માથું નાખી ગોળ ગોળ ફરતાં બાળકને ફાંસો લાગી ગયો, માતા-પિતા કામ પર ગયા હતા

0
105

અંશ ને રમત રમતમાં ગળામાંફાંસો લાગી જતાં પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખસેડવામાં આવ્યો હતો.

  • વતન ઉત્તરપ્રદેશથી સાત મહિના અગાઉ આવેલા બાળકના મોતથી પરિવાર શોકમાં ગરક

સુરતના સચિન GIDC વિસ્તારમાં એક 10 વર્ષનો બાળક દિવાલ પર લટકતી કપડાની બેગને ગળા માં લઇ ગોળ ગોળ ફરી રમત રમી રહ્યો હતો. આ દરમિયાન ફાંસો લાગી જતાં બાળકનું મોત નીપજ્યું હતું. માતા પિતા કામ પર ગયા બાદ ઘરે રમતા માસૂમ બાળકના મોતને લઈને શ્રમિક પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું. મંગળવારે સાંજે બનેલી ચોંકાવનારી ઘટના અંગે પોલીસે તપાસ આદરી બાળકનું પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલમાં કરાવ્યું હતું.

માતા પિતાને ફોન પર જાણકારી અપાયેલી
10 વર્ષના મૃતક અંશના પિતા નેબુલાલ રાજભરએ જણાવ્યું હતું કે, મંગળવારે સવારે તેઓ કામ પર ગયા હતા. અંશની માતા પણ કામે ગયા બાદ અંશુ ઘરમાં એકલો હતો. બપોરે અચાનક ફોન આવ્યો ત્યારે ખબર પડી કે, અંશને રમતા રમતા ફાંસો લાગી જતા મોત નીપજ્યું છે, દોડીને ઘરે ગયો ત્યારે અંશુને નીચે ઉતારી લેવાયો હતો. બાદમાં પોલોસને જાણ કરી દેવાઈ હતી. અંશુ 7 મહિના પહેલા જ વતન યુપીથી સુરત આવ્યો હતો.

નાનાકડા દીકરાના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

નાનાકડા દીકરાના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ત્રણમાંથી અંશ સૌથી નાનો હતો
અકસ્માત મોત પાછળ માત્ર બાળકની નાદાનિયત હોવાનું કહેતા પિતાએ ઉમેર્યું કે,કપડાની લટકતી બેગમાં માંથુ નાખીને ગોળ ગોળ ચકરડી ફરવામાં અંશને ફાંસો લાગી ગયો હતો. પાડોશી મહિલાને અંશુ લટકતો જોયા બાદ બૂમાબૂમ કરીને મોહલ્લાના લોકોને ભેગા કર્યા હતાં. ત્રણ સંતાનોમાં અંશ સૌથી નાનો દીકરો હતો. જેનું મોત નીપજતા હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here