સેન્સેક્સ 734 અંક વધ્યો, નિફ્ટીએ 15100ની સપાટી વટાવી; બજાજ ફિનસર્વ, SBIના શેર વધ્યા

0
52
  • એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રાના શેર વધ્યા
  • બજાજ ઓટો, મારૂતિ સુઝુકી, એમએન્ડએમના શેર ઘટ્યા

ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. બપોરે 2.11 કલાકે સેન્સેક્સ 734 અંક વધી 51026 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 214 અંક વધી 15133 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર બજાજ ફિનસર્વ, SBI, એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. બજાજ ફિનસર્વ 3.78 ટકા વધી 10249.05 પર કારોબાર કરી રહ્યો છે. SBI 3.07 ટકા વધી 406.05 પર કારોબાર કરી રહ્યો છે. જોકે બજાજ ઓટો, મારૂતિ સુઝુકી, એમએન્ડએમ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાજ ઓટો 1.24 ટકા ઘટી 3899.90 પર કારોબાર કરી રહ્યો છે. મારૂતિ સુઝુકી 1.12 ટકા ઘટી 7134.15 પર કારોબાર કરી રહ્યો છે. એમએન્ડએમ 0.69 ટકા ઘટી 853.95 પર કારોબાર કરી રહ્યો છે.

શેરહોલ્ડર્સે યસ બેન્કને 10 હજાર કરોડ રૂપિયા એકત્રિત કરવાની મંજૂરી આપી
યસ બેન્કના શેરહોલ્ડર્સે બેન્કને 10 હજાર કરોડ રૂપિયા એકત્રિત કરવાની મંજૂરી આપી દીધી છે. બેન્કે રેગ્યુલેટરને આપેલી માહિતીમાં જણાવ્યું કે લગભગ 98.78 ટકા વોટ ઈક્વિટી શેર કે બીજા સિક્યોરિટીઝ બહાર પાડવાના પક્ષમાં આપવામાં આવ્યા છે. BSEમાં શેર હલકા વધારા સાથે 16.40 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.

ફેબ્રુઆરીમાં સર્વિસ PMI સતત પાંચમાં મહિને વધ્યો
સતત પાંચમાં મહિનાના વધારા સાથે સર્વિસ મેનેજિંગ ઈન્ડેક્સ(PMI) ફેબ્રુઆરીમાં 55.3 પર પહોંચ્યો, આ જાન્યુઆરીમાં 52.8 રહ્યો હતો. ગત વર્ષે ફેબ્રુઆરી પછી અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તરે છે. ફેબ્રુઆરી 2020માં PMI 57.5 રહ્યો હતો.

વિશ્વના બજારોમાં વધારો વધારો
અમેરિકાના બજાર ભલે ગઈકાલે ઘટાડા સાથે બંધ થયા હતા, જોકે વિશ્વભરના અન્ય શેરબજારોમાં ખરીદી છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 118 અંક વધી 29527 પર કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ અને ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 1-1 ટકાથી વધુ વધારા સાથે કારોબાર કરી રહ્યાં છે. કોરિયાનો કોસ્પી અને ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સમાં પણ વધારો છે. આ પહેલા યુરોપના બજાર પણ હલકા વધારા સાથે બંધ થયા હતા.

US શેર માર્કેટમાં વેચવાલી
અમેરિકાના બજારોમાં નેસ્ડેક ઈન્ડેક્સ સૌથી વધુ 230 અંક એટલે કે 1.69 ટકા ઘટીને 13358 પર બંધ થયો હતો. આ રીતે ડાઉ જોન્સ ઈન્ડેક્સ 143 અંક અને S&P 500 ઈન્ડેક્સ 31.53 અંક નીચે બંધ થયો હતો. બજારના ઘટાડામાં એપલ અને ટેસ્લાના શેર સૌથી આગળ રહ્યાં, જ્યારે મેટેરિયલ સ્ટોક્સ નવા રાહત પેકેજની આશા સાથે બંધ થયા હતા.

ભારે વિદેશી રોકાણના પગલે ગઈકાલે વધારા સાથે બંધ થયું હતું શેરબજાર
મંગળવારે સેન્સેક્સ 447.05 અંકના વધારા સાથે 50296.89 પર અને નિફ્ટી 157.55 અંક વધી 14919 પર બંધ થયો હતો. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 223.16 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 854.04 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here