AMCની ઉત્તર પશ્ચિમ ઝોનની ઓફિસમાં માસ્ક વગર સિક્યુરિટી ગાર્ડ દેખાતા 21 હજારનો દંડ ફટકારાયો

0
477
  • સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમને ટ્રેડ બુલ્સ સિક્યુરિટીના કર્મચારીઓ માસ્ક વગર ફરતા દેખાતા કાર્યવાહી
  • ટ્રેડ બુલ્સ સિક્યુરિટી કંપનીનો કર્મચારી માસ્ક વગર દેખાયો હતો

અમદાવાદ. શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ઉત્તર પશ્ચિમ ઝોનની ઓફિસમાં માસ્ક વગર સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવતા નજરે પડતાં 21 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમને ટ્રેડ બુલ્સ સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડને તેમના કર્મચારીઓ માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતાં. માસ્ક વગર ફરનારા લોકો સામે કોર્પોરેશન 500 રૂપિયાનો દંડ વસુલી રહી છે.